કોંગ્રેસ પર મોદીનો હૂમલોઃ હવે રાઝ ખોલશે રાઝદાર મિશેલ

સુમેરપુર/રાજસ્થાન- રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જોરદાર હૂમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે નેશનલ હેરાલ્ડ અને ઓગસ્ટા વેસ્ટલેન્ડ ગોટાળાને લઈને કોંગ્રેસ પર સીધુ નિશાન તાક્યું હતું. 2014માં મારી સભાઓમાં આપે સાંભળ્યું હશે, મે કહ્યું હતું કે હેલિકોપ્ટાર કાંડમાં હજારો કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે કે નથી થયું. દેશમાં વીવીઆઈપી હેલિકોપ્ટર અને તે ચીઠ્ઠીની તો તમને બધાને ખબર હતી ને… મેડમ સોનિયાજીની ચિઠ્ઠી વીવીઆઈપી હેલિકોપ્ટર માટે….વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભામાં કહ્યું હતું કે તમામ ફાઈલો અને કાગળો ક્યાના કયાય છુપાવી દીધા હતા. પણ અમે સરકારમાં આવ્યા ત્યાર પછી સતત તેને શોધતા રહ્યા અને તેમાંથી એક રાઝદાર અમારા હાથમાં આવ્યો છે. આ રાઝદાર મિશેલ દલાલીનું કામ કરતો હતો. હિન્દુસ્તાનના નામદારોના યાર દોસ્તારોને કટકી આપતો હતો, અને તેમનો ખ્યાલ પણ રાખતો હતો. મિશેલ ઈંગ્લેન્ડનો નાગરિક છે, ત્યાંથી તે ભાગીને દુબઈમાં રહેતો હતો. તે હથિયારોનો સોદાગર છે. હેલિકોપ્ટર વેચવા અને ખરીદવાની દલાલી કરતો હતો. આજે આપે અખબારોમાં વાંચ્યું હશે. ભારત સરકાર કાલે તેને દુબઈથી ઉઠાવી લાવી છે. આ રાજદાર હવે કેટલાય રાજ ખોલશે, ન જાણી વાતો કેટલી દૂર સુધી જશે.રાજસ્થાનના સુમેરપુરની રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસમાં કાળમાં તમે પણ લૂંટો અને હું પણ લૂંટુ, આવો જ ખેલ ખેલાતો હતો. આજે આપને સમાચાર પત્રોમાં વાંચ્યું હતું કે સુપ્રીમ કોર્ટે એક નિર્ણય લીધો છે, તે સમાચાર ખૂણામાં છપાયાં છે, તે ખરેખર આજના છાપામાં ન્યૂઝ હેડલાઈન હોવી જોઈએ.

પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે ખેર કાલે સુપ્રીમ કોર્ટ જીતી ગઈ છે, કોર્ટે કહ્યું કે તેમને તમામ ફાઈળો ખોલવાનો ભારત સરકારને હક છે. કરોડો રૂપિયાના કૌભાંડો, ઈન્કમટેક્સમાં ખોટા નામે બોગસ કંપનીઓના નામ પર ગોટાળા, તેમની સરકારમાં આવી તમામ ફાઈલો બંધ, માં બેટે કી સારી ફાઈલે બંદ, તેમણે જે લખીને આપ્યું તેના પર જ અધિકારીઓ કામ કરતા રહ્યા હતા. મે તેમને કહ્યું છે હવે તો ઠીક કરો. આજે તેવા લોકોને કોર્ટ સુધી જવું પડ્યું છે.પીએમ મોદીએ કહ્યું કે તેમના સમયમાં બહુ રાગદરબારી થયો, તેમણે 3 પેઢી સુધી મલાઈ ખાધી છે. એક ચાવાળો કેમને કોર્ટના દરવાજા સુધી લઈ ગયો છે. આ ઈમાનદારીની જીત છે. આ લોકો જામીન પર બહાર ફરે છે.

તમારા મહોલ્લામાં કે તમારા ગામમાં કોઈ જામીન પર છૂટે તો તેનું સન્માન થાય ખરું… તેમના ઘેર કોઈ સંબંધ કરવા જાય ખરુ… તો શુ આપ લોકો આવા જામીન પર છે તેમને રાજસ્થાન આપશો.પીએમ મોદીએ વધુમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ પર હૂમલો કર્યો અને કહ્યું કે એક બીજા ખેલાડી નામદારની બહુ સેવા કરી , દેશના ગૃહપ્રધાન રહ્યાં, નાણાંપ્રધાન રહ્યાં, જેઓ પોતે સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરે છે. મોદીએ એવો ખેલ ખેલ્યો… મોદીએ અવી ચાલ ચાલ્યા, પત્તા શોધીને કાઢ્યાં ત્યારે તેમનો દીકરો આજે જેલમાં છે. ભ્રષ્ટાચારના મામલામાં જેલ ગયો છે. પીએમ મોદીએ કોંગ્રેસને કહ્યું કે પહેલાં ચાર પેઢીનો જવાબ આપો, પછી ચાર વર્ષને હિસાબ મારી પાસે માગજો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]