આઇસી15 ઇન્ડેક્સ 207 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકામાં વ્યાજદર બાબતે નિર્ણય લેવાવા પહેલાં વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સાવધાની હોવાથી નરમાશ વર્તાઈ હતી. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.59 ટકા (207 પોઇન્ટ) ઘટીને 34,835 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 35,042 ખૂલીને 35,416ની ઉપલી અને 34,722 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટક કોઇનમાંથી લાઇનકોઇન, અવાલાંશ, કાર્ડાનો અને યુનિસ્વોપ 1થી 4 ટકાની રેન્જમાં ઘટ્યા હતા.

દરમિયાન, ન્યૂ યોર્કના નાણાકીય સેવા વિભાગે ટ્રેડિંગ પ્લેટફોર્મ પર ક્રીપ્ટોકરન્સીના લિસ્ટિંગ અને ડિલિસ્ટિંગમાં પારદર્શકતા રહે એ હેતુથી માર્ગદર્શિકા પ્રસ્તાવિત કરી છે. એણે આ બાબતે જાહેર જનતાનો મત લેવાની ભલામણ પણ કરી છે. આ જ રીતે માલ્ટા ફાઇનાન્શિયલ સર્વિસીસ ઓથોરિટી પણ ક્રીપ્ટોકરન્સી સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા માટે જનતા પાસેથી અભિપ્રાય માગી રહી છે. બીજી બાજુ, ભારતમાં રાજ્ય અને કેન્દ્ર સરકારો અલગ અલગ સરકારી ખાતાંમાં બ્લોકચેઇન ટેક્નોલોજી અપનાવી રહી છે.