નવી દિલ્હીઃ દેશના ભૂતપૂર્વ આર્થિક સલાહકારે રૂ. 2000ની નોટના સર્ક્યુલેશનમાંથી બહાર કરવાના પગલાને સારું ગણાવ્યું છે. ડો. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન – 2018થી 2021 સુધી મુખ્ય આર્થિક સલાહકાર હતા. આ પગલાથી હાલમાં રૂ. 2000ની નોટોમાં રૂ. 3.6 લાખ કરોડની કરન્સીને સર્ક્યુલેશનમાંથી બહાર કાઢવામાં મદદ મળશે.
કેટલાક દરોડાથી માલૂમ પડ્યું હતું કે રૂ. 2000ના નોટના ઉપયોગ રોકડની જમાખોરીમાં થઈ રહ્યો હતો. 80-20 નિયમ બતાવેં છે કે ભલે 80 ટકા લોકો કાયદેસર રીતે આ નાણાને રૂ. 2000ની નોટોમાં જમા કરી રહ્યા હય, પરંતુ તેમના કુલ મૂલ્યના 20 ટકા જમા થવાની સંભાવના છે. જે લોકો રૂ. 2000ની નોટોમાં પૈસા જમા કરી રહ્યા છે, એમાં 20 ટકા જમાખોરીવાળા નટો હોવાની સંભાવના છે, જે મૂલ્યના 80 ટકા (રૂ. ત્રણ લાખ કરોડ) હોઈ શકે છે.
આ પગલાથી પાંચ કારણોથી સામાન્ય જનતાને અસુવિધા નહીં થાય.
- રૂ. 2000ની નોટોનો રોકડ વ્યવહારમાં વધુ ઉપયોગ નથી કરવામાં આવી રહ્યો. વાસ્તવમાં કરન્સી સર્ક્યુલેશનનું માત્ર 10.8 ટકા છે.
- આર્થિક લેવડદેવડ માટે મોટી સંખ્યામાં ડિજિટલ ચુકવણી કરવામાં આવી રહી છે. એનાથી કરન્સી નોટોના એક્સચેન્જના રૂપે રૂ. 2000ની નોટોમાં ઘણો ઘટાડો થયો છે.
- રૂ. 500ની નોટનો ઉપયોગ આ ઉદ્દેશ માટે રૂ. 2000ની નોટમાં બદલવા માટે કરી શકાય છે.
- RBIએ કહ્યું છે કે રૂ. 2000ની નોટ કાયદેસર કરન્સી તરીકે બની રહેશે.
- ડિજિટલ લેવડદેવડ હવે 2026 સુધી ત્રણ ગણી વધાવાની અપેક્ષા છે, જેનાથી રૂ. 2000ની નોટોની જરૂર ઓછી પડશે.