છેલ્લા બે વર્ષમાં દેશની સ્ટાર્ટઅપ કંપનીઓમાં 35,000 જણે નોકરી ગુમાવી

મુંબઈઃ છેલ્લા બે વર્ષમાં ભારતમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં 35,000થી વધારે લોકોએ નોકરીઓ ગુમાવી છે. નોકરીઓમાં કાપની સમસ્યા વર્ષ 2024માં પણ ચાલુ રહે એવી સંભાવના છે.

Inc42 દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણ અનુસાર, વર્ષ 2022માં દેશની વિવિધ સ્ટાર્ટઅપ કંપનીઓમાંથી 18,000થી વધારે લોકોને છૂટા કરવામાં આવ્યા હતા. આમાં બાઈજુસ, ઓલા, અનએકેડેમી, બ્લિન્કિટ, વાઈટહેટ જુનિયર, સ્કિલ-લિન્ક, ગો-મિકેનિક, શેરચેટ અને ઝેસ્ટમની જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. 2023માં, બીજા 17,000 લોકો નોકરી ગુમાવી ચૂક્યા છે અને આ યાદી વધતી જાય છે.