દેશમાં નવા ઉદ્યમો અને ઉદ્યમીઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે one person company (વન પર્સન કંપની)ની અર્થાત્ એક વ્યક્તિ પણ કંપની સ્થાપી શકે એવી જોગવાઈ નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં કરી છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યા મુજબ આ કંપનીઓ પેઇડ અપ કૅપિટલ અને ટર્નઓવર બાબતે કોઈપણ મર્યાદા રાખ્યા વગર વિકસી શકશે અને કોઈપણ સમયે તેનું રૂપાંતર અન્ય પ્રકારની કંપનીમાં કરી શકાશે. બિન-રહીશ ભારતીયો પણ આ કંપની સ્થાપી શકશે અને એ માટે ભારતીય નાગરિક તરીકેની તેમની રહેવાસની મર્યાદા 182 દિવસથી ઘટાડીને 120 દિવસની કરવામાં આવી છે.