સરકાર ફરી બજેટમાં ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંકને ચૂકી ગઈ

મુંબઈઃ બજેટમાં અલગથી ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે સરકાર સરકારની માલિકીની કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટ અથવા ખાનગીકરણમાંથી કેટલી રકમ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

અગાઉ, ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી મળેલી રકમ કેપિટલ રિસિપ્ટ્સ બજેટમાં પરચુરણ આવકના ભાગરૂપે અલગથી દર્શાવવામાં આવતી હતી.

બજેટ દસ્તાવેજ મુજબ, વર્તમાન નાણાકીય વર્ષ માટે મૂડીમાંથી થતી આવકના આંકડાઓમાં પરચુરણ આવકનો સુધારેલો અંદાજ રૂ. ૬૦,૦૦૦ કરોડનો આંકવામાં આવ્યો છે, જે ગયા બજેટના અંદાજિત રૂ. ૬૫,૦૦૦ કરોડ કરતાં ઓછો છે.

૧ એપ્રિલથી શરૂ થતા આગામી નાણાકીય વર્ષ માટે, પરચુરણ મૂડીની આવક રૂ. ૬૧,૦૦૦ કરોડ દર્શાવવામાં આવી છે.

ડિસઇન્વેસ્ટમેન્ટના ખાતાની વેબસાઈટ મુજબ, સરકારે અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારની માલિકીની કંપનીઓમાંથી લઘુમતી હિસ્સાના વેચાણ દ્વારા રૂ. ૩૧,૧૦૦ કરોડ એકત્ર કર્યા છે, જેનું સંપૂર્ણ વર્ષનું બજેટ લક્ષ્ય રૂ. ૬૫,૦૦૦ કરોડ હતું.

આગામી નાણાકીય વર્ષ માટે, આઈડીબીઆઈ બૅન્ક ઉપરાંત શિપિંગ કૉર્પોરેશન ઓફ ઈન્ડિયા, એનએમડીસી સ્ટીલ લિમિટેડ, બીઈએમએલ, એચએલએલ લાઈફકેર, કન્ટેનર કૉર્પોરેશન ઓફ ઈન્ડિયા અને વિઝાગ સ્ટીલ જેવી કંપનીઓ ખાનગીકરણ માટે સરકારની યાદીમાં છે.

વર્તમાન નાણાકીય વર્ષ સતત ચોથું વર્ષ છે જ્યારે સરકાર બજેટમાં ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંકને ચૂકી ગઈ છે.