આજથી બેંકિંગ સેવાઓમાં આ ફેરબદલ જાણી લો…

નવી દિલ્હીઃ નવા વર્ષને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ શું આપને ખબર છે કે આજથી માત્ર વર્ષ જ નથી બદલાયું પરંતુ તમારા જીવન સાથે જોડાયેલી કેટલીક જરુરી સેવાઓમાં પણ બદલાવ થવા જઈ રહ્યો છે. આ બદલાવોની તમામ જીવન પર પણ ક્યાંક ને ક્યાંક અસર પડવાની છે. આમાં વસ્તુઓની કીંમતથી લઈને બેંક સાથે જોડાયેલી કેટલીક સેવાનો સમાવેશ થાય છે.

ડેબિટ અને ક્રેડિટ કાર્ડમાં બદલાવ

આરબીઆઈએ બેંકોને 31 ડિસેમ્બર 2018 પહેલા મેગ્નેટિક સ્ટ્રિપવાળા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ બદલવા માટે કહ્યું હતું. આની જગ્યાએ હવે આજથી ઈએમની ચિપવાળા કાર્ડ લાગુ થશે. ત્યારે આવામાં જો આપે પોતાનું કાર્ડ નથી બદલાવ્યું તો તેને તરત જ બદલાવી લ્યો.

જૂનો ચેક નહીં હોય માન્ય

જો તમે જૂના ચેકનો ઉપયોગ કરો છો તો હવે તે માન્ય નહી ગણાય. તેને આપ તરત જ બદલાવી લો. હવે આપને સીટીએસવાળો ચેક લેવાનો રહેશે. સીટીએસ ચેકને ક્લિયર થવા માટે એક બેંકથી બીજી બેંકમાં મોકલવાની જરુર પણ નહી રહે.

ઈનકમ ટેક્સ રિટર્ન

2017-18 માં ઈનકમ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ 31 જૂલાઈ 2018 હતી. જે બાદમાં વધીને 31 ડિસેમ્બર 2018 થઈ ગઈ હતી. પરંતુ દંડ 5 હજારનો હતો. પરંતુ જો હવે તમે આ ડેડલાઈન પણ મીસ કરી દીધી તો આપને 10 હજારનો દંડ ભરીને 31 માર્ચ 2018 પહેલા ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]