નવી દિલ્હીઃ વાર્ષિક ધોરણે દાળોની ઓછી આયાતથી સરકારે રૂ. 15,000 કરોડની બચત કરી છે, એમ કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું. છેલ્લાં પાંચ-છ વર્ષમાં દેશમાં દાળોનું ઉત્પાદન 1.4 કરોડ ટનથી વધીને 2.4 કરોડ ટન થયું છે. ‘વર્લ્ડ પલ્સીસ દિવસે’ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ પલ્સીસ રિસર્ચ (IIPR)ના એક કાર્યક્રમમાં આપણે ભવિષ્યની જરૂરિયતોને ધ્યાનમાં રાખવી પડશે. એક અંદાજ અનુસાર વર્ષ 2050 સુધી આશરે ત્રણ કરોડ 20 લાખની પલ્સીસની જરૂરિયાત રહેશે.
દેશમાં ઘઉં અને ધાન્યની ખરીદી લઘુતમ ટેકાની કિંમત (MSP) પર થાય છે, પણ પહેલાં પલ્સીસ અને તેલિબિયાંની ખરીદીની વ્યવસ્થા નથી. કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવા માટે એને પણ MSP પર ખરીદવાની વ્યવસ્થા કરી છે. છ વર્ષમાં દાળોમાં MSPને 40 ટકાથી 73 ટકા વધારવામાં આવી છે, જેનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે.
કુપોષણ દૂર કરવા માટે દાળો પર કામ કરવાની જરૂર છે. આમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચની મુખ્ય ભૂમિકા છે. કૃષિ વૈજ્ઞાનિક અનેક દેશ ઉપલબ્ધ કરાવી રહ્યો છે, જેનાથી ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવામાં મદદ મળશે, એમ કૃષિપ્રધાને કહ્યું હતું.