નવી દિલ્હીઃ ઘણા ઓછા લોકો જાણતા હોય છે કે આવકવેરા ધારા હેઠળ બાળક પ્રી નર્સરીની ફીઝ પણ ઇન્કમ ટેક્સ હેઠળ બાદ મળે છે. આ સિવાય અન્ય બાબતો છે, જે તમને તમારા આવકવેરા હેઠળ છૂટ મળે છે.
પ્રી-નર્સરીની ફીઝ પર કપાત
તમારું બાળક જો પ્લે ગ્રુપ, પ્રી નર્સરી અથવા નર્સરીમાં ભણે છે તો તમે ફીઝ પર ડિડક્શનનો ક્લેમ કરી શકો છો. આની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી. આ સિવાય બહુ જ ઓછા લોકો આ બાબત જાણે છે અથવા દાવો કરે છે. સેક્શન 80 સી હેઠળ તમે આના પર બે બાળકો સુધી ક્લેમ કરી શકો છો.
સ્ટેમ્પ ડ્યૂટી પર ટેક્સ છૂટ
મકાન ખરીદતી સમયે તમે સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીસ પર ટેક્સ ડિડક્શન ક્લેમ કરી શકો છો. સેક્શન 80 સૂ હેઠળ આ કર રાહત લઈ શકાય છે., જેની મહત્તમ મર્યાદા રૂ. 1.5 લાખ છે. ધ્યાનમાં રાખો કે તમે જે નાણાં વર્ષમાં સ્ટેમ્પ ડ્યુટી પર ડિડક્શન ક્લેમ કરો, એ જ નાણાકીય વર્ષમાં તમારે પ્રોપર્ટી ખરીદી કરવી પડશે, કેમ કે આગલ વર્ષે તમે આ દાવો નહીં કરી શકો.
માતા-પિતાને વ્યાજની ચુકવણી
મકાન ખરીદતી વખતે તમે તમારા પેરેન્ટ્સથી લોન લઈ શકો છો. અને એના પર વ્યાજની ચુકવણી કરી શકો છો. આ વ્યાજ પર તમારે કોઈ ટેક્સ નહીં ચૂકવવો પડે. તમારે તમારા માતા-પિતા નીચા ટેક્સ-સ્લેબમાં આવતા હોય તો વધુ લાભ થશે. કલમ 24બી હેઠળ આ રાહતનો દાવો કરી શકાશે. જેની મહત્તમ મર્યાદા રૂ. બે લાખ છે. ધ્યનમાં રાખો કે પેરન્ટસની લોન પર વ્યાજ ચુકવણીનું સર્ટિફિકેટ અટેસ્ટિંગ જરૂર કરો, જેથી તમને સરળતાથી ડિડક્શન કલેમ કરી શકો.
માતાપિતાને આપો ઘરનું ભાડું
તમારા માતાપિતાની માલિકીની ઘરમાં તમે જો રહો છો તો તેમને રેન્ટ પેમેન્ટ કરવા બદલ તમને ટેક્સ છૂટ હાંસલ કરી શકો છે. તમે એચઆરએ છૂટ ક્લેમ કરી શકો છો, જ્યારે તમે પેરેન્ટ્સ સ્ટેન્ડર્ડ ડિડક્શન અને મ્યુનિસિપલટેક્સ પર ડિડક્શન ક્લેમ કરી શકો છો. આવું કરવા પર પરિવારની બચત થશે. કલમ 10 (13એ)માં એની જોગવાઈ છે. ધ્યાન રાખોઃ જો એચઆરએ અથવા સેલરીના 10 ટકાથી વધુ રેન્ટ અથવા બેઝિક સેલરીના 50 ટકા-બેમાંથી જે ઓછું હોય એ, એટલું જ મહત્તમ ડિડક્શન મળશે. એની સાથે તમને મકાનમાલિક અને ભાડૂઆતવાળું સમીકરણ સત્તાવાર કરવું પડશે. એક વકીલની મદદથી તમે રેન્ટ એગ્રીમેન્ટ બનાવ્યા પછી તમે દાવો કરી શકો છો.
ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ કવર પર કરકપાત
તમે ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ કવરના પ્રીમિયમની ચુકવણી પર ટેક્સ રાહત મેળવી શકો છો. જો તમારા એમ્પ્લોયરે તમને પરિવાર માટે ગ્રુપ કવર કર્યું છે તો તેના પ્રીમિયમની ચુકવણી કરો છો તો તમે સ્વતંત્ર અને રિટેલ હેલ્થ કવર્સ પર કરરાહતના હકદાર બનશો. કલમ 80 ડીમાં આવી જોગવાઈ છે અને મહત્તમ રૂ. 75,000ની મર્યાદા છે. ધ્યાન રાખોઃ જો તમારું પ્રીમિયમ તમારા એમ્પ્લોયર ફંડ કરે છે તો તમે ટેક્સ છૂટનો દાવો નહીં કરી શકે.
માતાપિતાની સારવાર પર ખર્ચ
માતાપિતાનાની સારવારનો ખર્ચ કરો અને ટેક્સ રાહતમાં છૂટ હાંસલ કરો.60 વર્ષથી ઉપરના લોકોને સારવાર અને દવાઓ પર ખર્ચ સામાન્ય વાત છે.જો તમે માતાપિતાના દવાનો ખર્ચ કરો છો તો ટેક્સ છૂટ મેળવી શકો છો. સેક્શન 80 ડી હેઠળ આની જોગવાઈ છે અને મહત્તમ મર્યાદા રૂ. 50,000 છે. ધ્યાનમાં રાખોઃ આ ખર્ચ પર ટેક્સની રાહત મળશે. જો હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી હેઠળ કવર્ડ થશે.
પીપીએફમાં રોકાણમાં કરકપાત
પીપીએફ યોજનામાં રોકાણ કર્યા બાદ સાતમા નાણાં વર્ષથી તમે આંશિક વિથડ્રોલ કરી શકો છો. સેક્શન 80 સી હેઠળ તમને આના પર ટેક્સ છૂટ મળે છે. ચોથા વર્ષના અંત સુધીમાં તમે 50 ટકા રૂપિયા કાઢી શકો છો. એક નાણાકીય વર્ષમાં તમે એક જ વાર આંશિક વિથડ્રોલ કરી શકો છો. આ માટે જેમ બને એમ ટેક્સનું આયોજનને જોતાં તમારાં નાણાં કાઢી લેવા જોઈએ.