બીટેક બાદ જોબ જોઈતી હોય તો વધુ એક પરીક્ષા પાસ કરવી જરુરી

નવી દિલ્હીઃ  એન્જીનિયરિંગ બાદ નોકરી શોધી રહેલાં લોકો માટે એક નવી લાઈસન્સી વ્યવસ્થા આવવાની તૈયારીમાં છે. હકીકતમાં મેડિકલ પ્રોફેશનલ્સ માટે કામ કરનારી મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને વકીલોની બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની જેમ જલદી જ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એન્જીનિયર્સ બનાવવાનો પ્રસ્તાવ છે. આ કાઉન્સિલ એક પરીક્ષા આયોજિત કરશે જેને પાસ કરવા પર જ નોકરી મળવી સંભવ બનશે.

એઆઈસીટીઈ એક નવા પ્રસ્તાવ પ્રોફેશનલ એન્જિનિયરિંગ બિલ 2019 પર કામ કરી રહી છે. આ બિલ અનુસાર બીટેક અથવા એમટેક કરનારા વિદ્યાર્થીઓને પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એન્જિનિયર્સની એક પરીક્ષા પાસ કરવી પડશે. કાઉન્સિલની આ પરીક્ષા બાદ તેમને એક લાઈસન્સ આપવામાં આવશે અને ત્યારબાદ જ તે લોકોને ક્યાંક જોબ મળી શકશે.

આ બિલ અનુસાર તમામ માન્યતા પ્રાપ્ત એન્જિનિયરિંગ કોલેજથી પાસ થયેલા છાત્ર આ પરીક્ષા માટે લાયક હશે. આઈઆઈટી, એનઆઈટી, એઆઈસીટીઈ અને અન્ય માન્યતાપ્રાપ્ત એન્જિનિયરિંગ કોલેજોના વિદ્યાર્થીઓને આ પરીક્ષા પાસ કર્યા બાદ જ નોકરી મળી શકશે. એન્જિનિયરિંગ સાથે જોડાયેલી તમામ સરકારી નોકરીઓ માટે આ અનિવાર્ય હશે. એઆઈસીટીઈના મુખ્યાલયમાં 10 ફેબ્રુઆરીના રોજ એક બેઠક થવા જઈ રહી છે જેમાં આ બિલના મુસદ્દા પર ચર્ચા કરવામાં આવશે. બિલ તૈયાર થયા બાદ સંસદમાં આને પારિત કરીને જલ્દી જ કાયદો બનાવી દેવામાં આવશે.

એઆઈસીટીઈના સૂત્રો અનુસાર બિલના મુસદ્દામાં બે પ્રકારની પરિક્ષાઓનું પ્રાવધાન છે. એક પરીક્ષા તમામ બીટેક છાત્રો માટે અનિવાર્ય હશે જ્યારે બીજી પરીક્ષા સ્પેશલાઈઝેશન કરનારા લોકો માટે હશે જે વિષય આધારિત હશે. બીજી પરીક્ષા એમટેક અને પીએચડી વિદ્યાર્થીઓ માટે હશે જે એન્જીનિયરિંગના ખાસ સબ્જેક્ટમાં સ્પેશિયલાઈઝેશન કરી રહ્યા છે.

આ પરીક્ષાથી લાઈસન્સ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને વિદેશમાં પણ નોકરી માટે યોગ્ય માનવામાં આવશે. હકીકતમાં છેલ્લા ઘણા વર્ષોમાં સતત એવી ઘટનાઓ સામે આવી છે કે જ્યારે ભારતીય એન્જિનિયર્સને એમ કહીને કાઢી મુકવામાં આવે છે કે તેમની ડિગ્રી ઉક્ત દેશના માનકો અનુરુપ નથી. આ લાઈસન્સી વ્યવસ્થા બાદ ભારત અને અન્ય દેશો વચ્ચે એ વાત પર સહમતિ બનશે કે એન્જિનિયર્સની જોબ માટે યૂનિફોર્મ માનક બનાવવામાં આવે.

દેશભરના એન્જrનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી અને આર્કિટેક્ચર કોલેજોમાં 2019 થી સામાન્ય વર્ગના ગરીબોને દસ ટકા આરક્ષણનો લાભ મળવાને લઈને સરકારે 25 ટકા વધારે સીટ વધારવાનો આદેશ પણ જાહેર કર્યો છે. એઆઈસીટીઈના માન્યતા પ્રાપ્ત તમામ સરકારી અને સરકારી સહાયતા પ્રાપ્ત સંસ્થાનોમાં 2019 થી 25 ટકા વધારે અધિક દાખલા હશે. નાણાxપ્રધાન પીયૂષ ગોયલે પણ પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે દેશભરની સરકારી કોલેજોમાં 2 લાખ વધારે સીટો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

એઆઈસીટીઈના તાજેતરના રિપોર્ટ અનુસાર એન્જrનિયરિંગ અને પોલિટેક્નિકના છાત્રોની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં ખૂબ ઘટાડો થયો છે. કાઉન્સિલના એપ્રૂવલ પ્રોસેસ હેંડબુકમાં આપવામાં આવેલા આંકડાઓ અનુસાર ડિપ્લોમા/પોસ્ટ ડિપ્લોમા સર્ટિફિકેટ માટે સત્ર 2018-19માં કુલ 1199401 છાત્રોનું એડમિશન થયું જ્યારે આ સંખ્યા સત્ર 2017-18માં 1261059 હતી. આ જ સ્થિતી એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાં પણ છે. સત્ર 2017-18માં આ કોર્સમાં 1662488 વિદ્યાર્થીઓ હતા જેમની સંખ્યા સત્ર 2018-19 માં ઘટીને 1586341 પર પહોંચી ગઈ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]