અબુ ધાબીઃ સંયુક્ત આરબ અમિરાતે (UAEએ) ઇન્ડિગોની ફ્લાઇટો પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઉદ્યોગનાં આંતરિક સૂત્રોએ આરોપ લગાવ્યો હતો કે એરલાઇનના કેટલાક યાત્રીઓએ UAEમાં પ્રવેશવા માટે યાત્રા પરીક્ષણના માપદંડોનું ઉલ્લંઘન કર્યું હતું. UAEએ 24 ઓગસ્ટ સુધી ઇન્ડિગોની ફ્લાઇટોને સસ્પેન્ડ કરી છે. અહેવાલો અનુસાર ઇન્ડિગોએ RT-PCR ટેસ્ટવાળા પ્રવાસીઓ સાથે ઉડાન ભરી રહી હતી. જેથી UAE એક સપ્તાહ માટે પ્રતિબંધ લગાવી દીધો છે.
UAEએ સ્થાનિક રહેવાસીઓને દેશમાં પ્રવેશવા માટે મંજૂરી આપતાં પ્રતિબંધોમાં ઢીલ મૂકી છે, પણ પ્રવાસીઓને પ્રસ્થાન પહેલાં 48 કલાક પહેલાં RT-PCR ટેસ્ટ અને ઉડાનના કેટલાક પહેલાં એરપોર્ટ પર એક વધુ RT-PCRમાંથી પસાર થવું પડતું હતું. રેપિડ પીસીઆરના નિર્દેશ પાંચ ઓગસ્ટે લાગુ થયો છે.
એનાથી વધારાના પ્રવાસીઓને યાત્રા માટે UAEના અધિકારીને અરજીની જરૂરની રહેશે. એરપોર્ટ પર એરલાઇન ચેક-ઇન કર્મચારીઓએ યાત્રીઓને મંજૂરી આપતાં પહેલાં પરીક્ષણ રિપોર્ટની તપાસ કરવાની જરૂર રહેશે. UAE પહોંચવા પર દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે.
ફ્લાઇટ કેન્સલ થવા પર યાત્રીઓએ સોશિયલ મિડિયા પર નારાજગી વ્યક્ત કરી હતી. એરલાઇને કહ્યું હતું કે અમે બધા યાત્રીઓની જાણ કરી છે અને ફરી એક વાર ફ્લાઇટ શરૂ કર્યા પછી રિફંડ અથવા અન્ય ઉડાનોની સાથે સપોર્ટ કરીશું.
જૂનના મુકાબલે જુલાઈમાં દેશભરમાં 61 ટકા વધુ એટલે કે 50.07 લાખ સ્થાનિક યાત્રીઓએ હવાઈ પ્રવાસ કર્યો હતો. એ સંખ્યા જૂનમાં 31.13 લાખ હતી. ઇન્ડિગોના માધ્યમથી જુલાઈમાં 29.31 લાખ યાત્રીઓએ હવાઈ પ્રવાસ કર્યો હતો.