નવી દિલ્હીઃ વિવિધ સરકારી સેવાઓ, બેન્કિંગ લેવડદેવડ, સરકારી સ્કીમનો લાભ લેવા માટે આપણે આધાર કાર્ડ નંબર બતાવવો જરૂરી છે. આમ આધાર કાર્ડ દરેક ભારતીય માટે મહત્ત્વનો દસ્તાવેજ હોય છે, પણ જો તમારું પાકીટ ચોરાઈ જાય તો અથવા કોઈ પણ કારણે આધાર કાર્ડ ખોવાઈ જાય તો એ તમારા માટે ચિંતાનો વિષય બની શકે. એનું કારણ એ છે કે તમારા આધાર કાર્ડમાં કેટલીક મહત્ત્વની વિગતો નોંધાયેલી હોય છે. આવામાં કોઈ પણ જાતની મુશ્કેલીથી બચવા માટે UIDAI દ્વારા અપાતી લોક અને અનલોક સુવિધાનો લાભ ઉઠાવી શકો છો.
આધાર કાર્ડધારકોની ડેટા સુરક્ષા અને પ્રાઇવસીને જાળવી રાખવા માટે UIDAI આધાર નંબરને લોક અને અનલોક કરવાનું ફીચર આપે છે. આધાર કાર્ડને લોક કર્યા પછી કોઈ પણ છેતરપિંડી આચરનાર તમારા કાર્ડનો કોઈ પણ પ્રકારે દુરુપયોગ નહીં કરી શકે.આધાર કાર્ડને લોક કર્યા પછી વર્ચ્યુઅલ આઇડી દ્વારા ખરાઈ થઈ શકે છે. વર્ચ્યુઅલ આઇટી માત્ર આધાર કાર્ડધારકની પાસે હોય છે.
આધાર કાર્ડને લોક કર્યા પહેલાં કોઈ પણ વ્યક્તિને વર્ચ્યુઅલ આઇડી જનરેટ કરવો પડે છે. જો તમારી પાસે પહેલેથી વર્ચ્યુઅલ આઇડી નથી તો તમે આધાર હેલ્પલાઇન 1947 પર SMS દ્વારા વર્ચ્યુઅલ આઇડી જનરેટ કરી શકો છો. વર્ચ્યુઅલ આઇડી 16 અંકનો હોય છે.
મેસેજ દ્વારા આવી રીતે જનરેટ કરી શકો વર્ચ્યુઅલ આઇડી.
તમારા મોબાઇલથી આ મેસેજ લખીને 1947 પર SMS કરો- GVID XXXX (અહીં XXXX આધાર કાર્ડના છેલ્લા ચાર અંકને બતાવશે.
|