મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે વોલેટિલિટી જોવા મળી હતી. માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15 400 પોઇન્ટની રેન્જમાં વધ્યો-ઘટ્યો હતો. એના ઘટકોમાંથી સોલાના, એક્સઆરપી, પોલીગોન અને બિટકોઇન વધ્યા હતા, જ્યારે કાર્ડાનો, બીએનબી, શિબા ઇનુ અને યુનિસ્વોપ ઘટ્યા હતા.
અમેરિકામાં સંસદની નાણાકીય સેવાઓ સંબંધિત સમિતિએ સ્ટેબલકોઇન અંગેનો નવો ખરડો બહાર પાડ્યો છે. એના પર સંસદમાં ચર્ચા થશે અને સ્ટેબલકોઇનનું નિયમન કરવા માટે ખરડો પસાર કરવામાં આવશે. બીજી બાજુ, યુરોપિયન યુનિયને શૈક્ષણિક અને વ્યાવસાયિક વેરિફિકેશન માટે બ્લોકચેઇનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.50 ટકા (185 પોઇન્ટ) વધીને 37,169 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 36,984 ખૂલીને 37,332ની ઉપલી અને 36,889 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.