વિડિયોકોન ફ્રોડ કેસઃ ચંદા કોચરની સામે ચાલશે કેસ

નવી દિલ્હીઃ ICICI બેન્ક-વિડિયોકોન લોન ફ્રોડ કેસમાં CBI વેણુગોપાલ ધૂતની ધરપકડ કરી ચૂકી છે. ધૂત વિડિયોકોનના CEO છે. હવે CBIને ICICI બેન્કના બોર્ડ પાસેથી બેન્કના ભૂતપૂર્વ CEO અને MD ચંદા કોચરની સામે કેસ ચલાવવાની મંજૂરી મળી ગઈ છે. ચંદા કોચર પર વિડિયોકોન ગ્રુપને આપવામાં આવેલી લોનમાં કથિત છેતરપિંડી અને અનિયમિતતાનો આરોપ છે. બેન્કે ગ્રુપને રૂ. 3250 કરોડની લોન આપી હતી. બેન્કના બોર્ડે માન્યું કે લોન આપવામાં ગરબડી થઈ છે. ગયા વર્ષે તપાસ એજન્સીએ વિડિયોકોન છેતરપિંડી મામલે ચંદા કોચર અને દીપક કોચરની ધરપકડ કરી હતી. બોમ્બે હાઇકોર્ટે કોચર દંપતીને વચગાળાના જામીન આપ્યા હતા.  

CBIના આરોપો મુજબ બેન્કે વિડિયોકોન ગ્રુપને રૂ. 3250 કરોડની ક્રેડિટ સુવિધાની આપી હતી. આ લોનના નિયમોનું ઉલ્લંઘન કરીને આપવામાં આવી હતી. CBIના આરોપો મુજબ ગ્રુપના પ્રમોટર ધૂતે દીપક કોચરની કંપની નુપાવર રિન્યુએબલમાં રૂ. 64 કરોડનું મૂડીરોકાણ કર્યું હતું. આ મૂડીરોકાણ સુપ્રીમ એનર્જી પ્રાઇવેટ લિ. દ્વારા આપવામાં આવ્યું હતું, જેમાં દીપક કોચરની પિનાકલ એનર્જી ટ્રસ્ટને 2010-12ની વચ્ચે ટ્રાન્સફર કર્યા હતા.

ચંદા કોચર દ્વારા ગ્રુપને જે લોન આપવામાં આવી હતી, એ કમિટીમાં હેડ હતી. વર્ષ 2009-11માં ગ્રુપને અને એનાથી જોડાયેલી કંપનીઓને રૂ. 1875 કરોડની લોન ક્લિયર કરવામાં આવી હતી, જેમાંથી મોટા ભાગની લોન પછીથી NPA બની ગઈ, જેથી બેન્કને રૂ. 1730 કરોડનું નુકસાન થયું હતું. કોચરને પહેલી મે, 2009એ બેન્કના MD અને CEO બનાવવામાં આવ્યા હતા.