આઇસી15 ઇન્ડેક્સ 171 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે ફરીથી ઘટાડો થયો હતો. ક્રીપ્ટોના નિયમન માટે થઈ રહેલી પહેલને અનુલક્ષીને બજાર ઘટ્યું હતું. માર્કેટનો બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સ 171 પોઇન્ટ ઘટ્યો હતો. એમાં મુખ્ય ઘટેલા કોઇન સોલાના, બીએનબી, અવાલાંશ અને કાર્ડાનો હતા.

નોંધનીય છે કે યુનાઇટેડ કિંગડમની ફાઇનાન્શિયલ કન્ડક્ટ ઓથોરિટીએ ક્રીપ્ટોની જાહેરખબરો માટે નવા કડક નિયમનો અમલ કર્યો છે. ક્રીપ્ટોની જાહેરખબરોમાં રોકાણસંબંધી મર્યાદાઓ અને જોખમની ચેતવણી સ્પષ્ટપણે લખવાની રહેશે. અહીં એ પણ જણાવવું રહ્યું કે જી-20 રાષ્ટ્રસમૂહના સભ્યો ક્રીપ્ટો માટે ચુસ્ત નિયમો ઘડવાની તરફેણ કરે છે, જ્યારે જી-7ના સભ્યો સ્ટેબલકોઇનને માન્યતા આપવાના હિમાયતી છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.46 ટકા (171 પોઇન્ટ) ઘટીને 36,984 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,155 ખૂલીને 37,479ની ઉપલી અને 36,761 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.