મુંબઈઃ મધ્ય પૂર્વમાં ભૂરાજકીય કટોકટીને પગલે ચિંતા વધતાં મંગળવારે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.31 ટકા (108 પોઇન્ટ) વધીને 35,104 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,996 ખૂલ્યા બાદ 35,193ની ઉપલી અને 34,458ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના ટોચના વધેલા કોઇન શિબા ઇનુ, બીએનબી, બિટકોઇન અને કાર્ડાનો હતા. ઘટેલા મુખ્ય કોઇન પોલીગોન, યુનિસ્વોપ, ચેઇનલિંક અને પોલકાડોટ હતા.
દરમિયાન, બેન્ક ઓફ ઇટાલીના ડેપ્યુટી ગવર્નર પીએરો સિપોલોને કહ્યું છે કે તેઓ ડિજિટલ યુરોના પ્લાનનું સમર્થન કરે છે. બીજી બાજુ, ચીનના સરકાર સમર્થિત અખબાર ચાઇના ડેઇલીએ પોતાનું એનએફટી પ્લેટફોર્મ તૈયાર કરવા માટે 2.81 મિલ્યન ચીની યુઆનની ફાળવણી કરી છે.
અન્ય એક અહેવાલ મુજબ ઇઝરાયલના વેબ3 ક્ષેત્રના લોકોએ માનવતાવાદી કાર્યો માટે ક્રીપ્ટો સહાય ભંડોળની સ્થાપના કરી છે.
