IC15 ઇન્ડેક્સ 1071 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સતત ચોથા દિવસે વધારો થયો હતો. બેન્ચમાર્ક ઇન્ડેક્સ – IC15ના ઘટકોમાંથી અવાલાંશ, ઈથેરિયમ, યુનિસ્વોપ અને બિટકોઇનમાં વૃદ્ધિ થઈ હતી, જ્યારે સોલાના એકમાત્ર ઘટનાર કોઇન હતો. માર્કેટ કેપિટલાઇઝેશન 885 અબજ ડોલર રહ્યું હતું. 

બ્રાઝિલમાં નવી રચાયેલી સરકાર ક્રિપ્ટોકરન્સી કાયદાની સમીક્ષા કરશે અને કાયદાને મંજૂરી આપતાં પહેલાં રહી ગયેલા કેટલાક મુદ્દાઓને કાયદામાં આવરી લેશે. અલ સાલ્વાડોરની ધારાસભાએ ડિજિટલ એસેટ્સ ઇસ્યુ કરવાનો કાયદો મંજૂર કર્યો છે અને બિટકોઇન આધારિત વોલ્કેનો બોન્ડ માટે કાનૂની માળખું ઘડી કાઢ્યું છે. 

અગાઉ, 3.0 વર્ષે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.11 ટકા (1071 પોઇન્ટ) વધીને 27,093 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 26,022 ખૂલીને 27,370 પોઇન્ટની ઉપલી અને 26,039 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.