બીએસઈ-એસએમઈ પર મહારાષ્ટ્ર, ગુજરાતની કંપનીઓ લિસ્ટ થઈ

મુંબઈ તા. 12 જાન્યુઆરી, 2023: બીએસઈ (બોમ્બે સ્ટોક એકસચેંજ) એસએમઈ (સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈસિસ) સેગમેન્ટ પર વધુ બે કંપનીઓ રેક્સ સીલિંગ એન્ડ પેકિંગ ઈન્ડસ્ટ્રીઝ લિ. અને એસવીએસ વેન્ચર્સ લિ. લિસ્ટ થતાં કુલ લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 412 થઈ છે.

રેક્સ સીલિંગ એન્ડ પેકેજિંગ લિ.એ રૂ.10ની મૂળ કિંમતના 5.99 લાખ ઈક્વિટી શેર્સ રૂ.135ની કિંમતે ઓફર કરી રૂ.8.09 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો ઈશ્યુ 4 જાન્યુઆરી, 2023ના રોજ સંપન્ન થયો હતો. મહારાષ્ટ્રસ્થિત આ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈ ખાતે છે.

એસવીએસ વેન્ચર્સ લિ.એ રૂ.10ની કિંમતના 56.22 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.20ની કિંમતે ઓફર કરી રૂ.11.24 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 4 જાન્યુઆરી, 2023ના રોજ સફળતાપૂર્વક પાર પડ્યો હતો. કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલી છે. કંપની રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં કામકાજ કરે છે અને મધ્યમ અને ઉચ્ચ આવક વર્ગના લોકો માટેના રહેણાક પ્રોજેક્ટ્સનો વિકાસ કરે છે.

બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 410 કંપનીઓએ રૂ.4,544 કરોડ એકત્ર કર્યા છે અને તેમનું કુલ કેપિટલાઈઝેશન 11 જાન્યુઆરી, 2023ના રોજ રૂ.65,000 કરોડ રહ્યું હતું. અત્યાર સુધીમાં 160 કંપનીઓ આ પ્લેટફોર્મ પરથી મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]