બજેટ 2023: સરકાર ગ્રામીણ રોજગાર, હાઉસિંગ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરશે

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્ર 31 જાન્યુઆરી, 2023થી શરૂ થશે અને છઠ્ઠી એપ્રિલ, 2023 સુધી ચાલશે, એમ સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ આ માહિતી આપી હતી. સરકાર બજેટ 2023માં મેક ઇન ઇન્ડિયા અને ડિરેક્ટ ટેક્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. વળી, સબસિડી માટે બજેટમાં ફાળવણીમાં ફેરફાર જોવા મળી શકે છે. ખાસ કરીને ખાતરની સબસિડીના બજેટની ફાળવણીમાં ફેરફાર જોવા મળે એવી શક્યતા છે, એમ ગોલ્ડમેન સાક્સનું કહેવું છે. નાણાપ્રધાન પર રાજકોષીય ખાધમાં ઘટાડો દબાણ લાવવાનું જોખમ છે.

નાણાપ્રધાને આર્થિક ગ્રોથને વેગ આપવા માટે બજેટમાં પગલાં લેવાં પડશે. અમેરિકા, ઇંગ્લેન્ડ અને યુરોપનાં અર્થતંત્રો પર મંદીનું જોખમ છે. બીજી બાજુ, ભારતીય અર્થતંત્રનો ગ્રોથ રેટ નોંધપાત્ર છે. સરકાર આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં વેલફેર યોજનાઓ પર ખર્ચ વધારે એવી શક્યતા છે. સબસિડીમાં ઘટાડો કરાય એવી શક્યતા છે, કેમ કે કોમોડિટીની કિંમતો નીચે આવી છે. સરકાર ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનાં પગલાં લે એવી શક્યતા છે. સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત રહેશે. સંરક્ષણ માટે પણ બજેટમાં વધુ ફાળવણી કરવામાં આવી શકે.

સરકાર ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી વધારવા અન હાઉસિંગ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ઊભરતાં બજારોમાં ભારત સૌથી વધુ દેવા-GDP  રેશિયોવાળા દેશોમાં સામેલ છે. જેથી સરકાર ફિસ્કલ કોન્સોલિડેશન પર ધ્યાન કેન્દ્રિત કરે એવી ધારણા છે. સરકારની ડિરેક્ટ અને ઇનડિરેક્ટ ટેક્સ કલેક્શન બજેટના અંદાજ કરતાં વધુ રહેવાની સંભાવના છે. જેથી સરકારને નાણાકીય સ્થિતિ ઠીક કરવામાં મદદ મળશે.