મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારનો દિવસ ફ્લેટ રહેતાં બેન્ચમાર્ક – આઇસી15માં ફક્ત ત્રણ પોઇન્ટનો નામમાત્ર વધારો થયો હતો. એના ઘટકોમાંથી સોલાના, યુનિસ્વોપ, અવાલાંશ અને લાઇટકોઇનમાં 1થી 8 ટકાની વૃદ્ધિ થઈ હતી, જ્યારે બિનાન્સ, ચેઇનલિંક, શિબા ઇનુ અને ઈથેરિયમ ઘટ્યા હતા. માર્કેટ કેપિટલાઇઝેશન 809 અબજ ડોલર રહ્યું છે.
દરમિયાન, વર્લ્ડ ઈકોનોમિક ફોરમે અગત્યની આગાહીમાં કહ્યું છે કે ક્રીપ્ટોકરન્સી ઉદ્યોગ આધુનિક આર્થિક જગતનાં સાધનોનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બની રહેશે. આ ટેક્નોલોજી સમય જતાં પરિપક્વ થશે અને વધુ જવાબદાર લોકોના હાથમાં જશે.
બીજી બાજુ, તુર્કીએ ઓનલાઇન જાહેર સેવાઓના લોગિન માટે બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું આયોજન કર્યું છે. તુર્કીના ઉપપ્રમુખ ફુઆત ઓક્તેએ કહ્યું છે કે ઈ-ડેવલેટ નામની સરકારી વેબસાઇટ પર વિવિધ જાહેર સેવાઓ પ્રાપ્ત કરવા માટેનું લોગિન કરવા બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.01 ટકા (3 પોઇન્ટ) વધીને 24,306 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 24,304 ખૂલીને 24,421ની ઉપલી અને 24,169 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
