આઇસી15 ઇન્ડેક્સ 2,833 પોઇન્ટ કૂદ્યો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે જોરદાર ઉછાળો આવ્યો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 5.46 ટકા (2,833 પોઇન્ટ) કૂદીને 54,680 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 51,847 ખૂલીને 54,759ની ઉપલી અને 51,593 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કોઇન વધ્યા હતા, જેમાંથી અવાલાંશ, ડોઝકોઇન, શિબા ઇનુ અને સોલાનામાં 8થી 17 ટકા વૃદ્ધિ થઈ હતી. બિટકોઇન એપ્રિલ 2022 બાદ પહેલી વાર 44,000 ડોલરની સપાટી કુદાવી ગયો છે. બપોરે ચાર વાગ્યે એનો ભાવ 44,245 ડોલર હતો.

નોંધનીય રીતે કેન્યાના સંસદસભ્યોએ ક્રીપ્ટો એસેટ્સને સિક્યોરિટીઝ ગણાવીને એમના પર કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગુ કરવા માટેનો ખરડો સંસદીય સમિતિ સમક્ષ રજૂ કર્યો છે. દરમિયાન, સ્વિટઝરલેન્ડના લુગાનો શહેરે બિટકોઇન અને ટીથરનો પેમેન્ટમાં સ્વીકાર કરવાનો નિર્ણય લીધો છે. મહાનગરપાલિકાની સેવાઓના ચાર્જીસ અને કરવેરાની ચૂકવણી આ ક્રીપ્ટોકરન્સી મારફતે થઈ શકશે.

અન્ય અહેવાલ મુજબ ઇટાલી અને દક્ષિણ કોરિયાની કેન્દ્રીય બેન્કોએ રિયલ ટાઇમ સેટલમેન્ટ સિસ્ટમ અને સીબીડીસી (સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી) ક્ષેત્રે જ્ઞાન અને નિપુણતાના આદાનપ્રદાન માટે સમજૂતીપત્રક પર હસ્તાક્ષર કર્યા છે.