આઇસી15 ઇન્ડેક્સમાં 51 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટ મંગળવારે 900 પોઇન્ટની સાંકડી રેન્જમાં રહ્યા બાદ ફ્લેટ બંધ રહી હતી. માર્કેટનો બેન્ચમાર્ક આઇસી15 ઇન્ડેક્સ 51 પોઇન્ટ વધ્યો હતો, જેના મુખ્ય ઘટકોમાંથી એક્સઆરપી, ચેઇનલિંક, પોલકાડોટ અને સોલાનામાં 2થી 11 ટકાનો વધારો થયો હતો. બિનાન્સ, પોલીગોન, શિબા ઇનુ અને ડોઝકોઇનમાં ઘટાડો થયો હતો.

સંસ્થાકીય રોકાણકારોએ ગત સપ્તાહે ક્રીપ્ટોકરન્સી પ્રોડક્ટ્સમાં 42 મિલ્યન ડોલરનું રોકાણ કર્યું છે. એમાંથી સૌથી વધુ એટલે કે 29 મિલ્યન ડોલરનું રોકાણ અમેરિકાથી આવ્યું હતું. ત્યાર બાદ બ્રાઝિલથી 8 મિલ્યન અને કેનેડાથી 4.3 મિલ્યન ડોલરનું રોકાણ આવ્યું હતું.

વિઝા કંપનીએ 40 દેશોમાં ડેબિટ કાર્ડ લોન્ચ કરવા માટે એફટીએક્સ સાથે હજી એક મહિના પહેલાં કરાર કર્યો હતો, પણ હવે એફટીએક્સની નાદારીની સમસ્યાને પગલે એ કરાર રદ કરવામાં આવ્યો છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.2 ટકા (51 પોઇન્ટ) વધીને 25,157 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 25,106 ખૂલીને 25,735ની ઉપલી અને 24,210 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
25,106 પોઇન્ટ 25,735 પોઇન્ટ 24,210 પોઇન્ટ 25,157 પોઇન્ટ

ડેટાનો સમયઃ 15-11-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)