મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટનો બેન્ચમાર્ક આઇસી15 ઇન્ડેક્સ પાછલા ચોવીસ કલાકમાં 229 પોઇન્ટ ઘટ્યો છે. ઇન્ડેક્સના ઘટકોમાંથી મોટાભાગના કોઇનના ભાવ ઘટ્યા હતા. મુખ્ય ઘટેલામાં સોલાના, એક્સઆરપી, અવાલાંશ અને ચેઇનલિંક સામેલ હતા. તેમાં 1થી 3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એકમાત્ર પોલકાડોટમાં 1.02 ટકાની વૃદ્ધિ થઈ હતી. માર્કેટ કેપિટલાઇઝેશન 928 અબજ ડોલર રહ્યું છે.
રિશી સુનક યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન બનવાના છે એ સમાચારને પગલે ક્રીપ્ટો ઉદ્યોગમાં હર્ષ વ્યાપ્યો છે, કારણ કે સુનક પોતે ક્રીપ્ટોકરન્સીના સમર્થક મનાય છે.
દરમિયાન, ઇઝરાયલમાં સ્ટોક્સ અને ડેટનું ટ્રેડિંગ પ્લેટફોર્મ – તેલ અવિવ સ્ટોક એક્સચેન્જ બ્લોકચેઇન આધારિત ડિજિટલ એસેટ ટ્રેડિંગ પ્લેટફોર્મ રચવાની તૈયારી કરી રહ્યું છે.
જાપાન ક્રેડિટ બ્યુરોએ પોતાની સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીના માળખાનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. બેન્ક ઓફ જાપાન હાલ નેશનલ સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીનું ટેસ્ટિંગ કરી રહી છે.
અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.82 ટકા (229 પોઇન્ટ) ઘટીને 27,794 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 28,023 ખૂલીને 28,035 પોઇન્ટની ઉપલી અને 27,577 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
28,023 પોઇન્ટ | 28,035 પોઇન્ટ | 27,577 પોઇન્ટ | 27,794 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 25-10-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |