મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે વોલેટિલિટી વચ્ચે બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15 79 પોઇન્ટ ઘટ્યો હતો. એના ઘટક કોઇનમાંથી શિબા ઇનુ અને એક્સઆરપી સિવાયના તમામ કોઇન ઘટ્યા હતા. કાર્ડાનો, ચેઇનલિંક અને પોલકાડોટ 1થી 4 ટકાની રેન્જમાં ઘટ્યા હતા.
દરમિયાન, બેન્ક ઓફ ફ્રાન્સના ગવર્નરે કહ્યું છે કે ક્રીપ્ટોકરન્સી ક્ષેત્રની મોટી કંપનીઓના નિયમન માટે આંતરરાષ્ટ્રીય સહકાર આવશ્યક છે. બીજી બાજુ, યુક્રેનના નિયમનકારો 2024થી વ્યક્તિઓ અને બિઝનેસોને ક્રીપ્ટોકરન્સીમાં થનારા નફા પર 18 ટકા લેખે કરવેરો લેવાનું વિચારી રહ્યા છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.21 ટકા (79 પોઇન્ટ) ઘટીને 36,876 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 36,955 ખૂલીને 37,121ની ઉપલી અને 36,746 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
