મુંબઈઃ અમેરિકન ફેડરલ રિઝર્વે ધિરાણના વ્યાજદરમાં 25 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો એ સમાચારને પગલે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો નોંધાયો છે. માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે 639 પોઇન્ટ ઘટ્યો હતો, જેના મોટાભાગના કોઇનમાં ઘટાડો જોવા મળ્યો હતો. લાઇટકોઇન અને ડોઝકોઇન એ ફક્ત બે કોઇનમાં અનુક્રમે 13.78 ટકા અને 2.14 ટકા વૃદ્ધિ થઈ હતી. ટોચના ઘટેલા કોઇન ટ્રોન, સોલાના, યુનિસ્વોપ અને એક્સઆરપી હતા, જેમાં ઘટાડાનું પ્રમાણ 2થી 8 ટકા હતું.
દરમિયાન, યુરોપિયન બેન્કિંગ ઓથોરિટી ક્રીપ્ટો ઉદ્યોગના નિષ્ણાતોને લઈને જ ક્રીપ્ટો એસેટ્સના નિયમન માટેનું માળખું ઘડવાનું વિચારી રહી છે. પેરિસસ્થિત આ એજન્સી સ્ટેબલકોઇનના મોટા ઇસ્યૂઅરનું નિયમન કરશે અને નિયમોના મુસદ્દા ઘડશે. બીજી બાજુ, એનએફટી ગેમિંગ પ્રોટોકોલ – આવેગોત્ચીએ ગેમર્સ માટે ગોત્ચીચેઇન નામની બ્લોકચેઇનનું સર્જન કર્યું છે. એની રચનામાં પોલીગોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.68 ટકા (639 પોઇન્ટ) ઘટીને 37,353 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,992 ખૂલીને 38,728ની ઉપલી અને 36,015 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.