મુંબઈઃ અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં પચાસ બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો એને પગલે વૈશ્વિક સ્તરે ઈક્વિટી અને કોમોડિટી માર્કેટના માનસ પર અસર થઈ હતી. એની અસર તળે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં પ્રારંભિક સુધારો ધોવાઈ ગયો હતો અને માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ 480 પોઇન્ટ ઘટીને 25,919 પર બંધ રહ્યો હતો. ઇન્ડેક્સના મુખ્ય ઘટકોમાંથી લાઇટકોઇન, ચેઇનલિંક, ડોઝકોઇન અને બિનાન્સ ત્રણથી પાંચ ટકા ઘટ્યા હતા. માત્ર સોલાના અને ટ્રોનમાં વધારો થયો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન 859 અબજ ડોલર રહ્યું હતું.
દરમિયાન, પેપાલે ક્રીપ્ટોકરન્સીની ખરીદી, વેચાણ અને હોલ્ડિંગ માટેની સેવાઓને મેટામાસ્ક વોલેટ સાથે ભેળવી દેવાનો વિચાર કર્યો છે. કંપની હવે પોતાના પ્લેટફોર્મથી ડિજિટલ એસેટ્સની ટ્રાન્સફર કરવા સંબંધે પ્રયત્નશીલ છે. ઉક્ત ઓફરિંગને લીધે વધુ યુઝર્સ વેબ3 ઈકોસિસ્ટમમાં પ્રવેશી શકશે. બીજી બાજુ, અવાલાંશ બ્લોકચેઇનની કંપની અવા લેબ્સે કોર મોબાઇલ નામનું વોલેટ શરૂ કર્યું છે. એમાં નિષ્ણાતો તથા નવોદિતોને વિવિધ સેવાઓ આપવામાં આવશે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.82 ટકા (480 પોઇન્ટ) ઘટીને 25,919 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 26,399 ખૂલીને 26,985ની ઉપલી અને 25,764 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.