મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે પણ ઘટાડો જારી રહ્યો હતો.
બિટકોઇન ઇન્ટ્રાડેમાં 40 દિવસની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. અમેરિકામાં આર્થિક પ્રવૃત્તિઓના આંકડા નબળા આવ્યા હોવાથી ઈક્વિટી માર્કેટ પણ નીચે છે અને ડિજિટલ એસેટમાં નાણાં રોકવા બાબતે રોકાણકારોની સાવચેતી વધી ગઈ છે.
ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે અને વૈશ્વિક સ્તરે પુરવઠા તંત્રમાં અવરોધ આવ્યા છે તેથી અમેરિકામાં રિટેલ ફુગાવો હજી વધવાની રોકાણકારોને ભીતિ છે.
આ લખાઈ રહ્યું છે ત્યારે બિટકોઇનનો ભાવ 38,500 ડોલરની આસપાસ ચાલી રહ્યો છે. ઈથેરિયમ પણ પાંચેક ટકા ઘટીને 2,800 ડોલરની નજીક પહોંચ્યો છે.
અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.50 ટકા (2,066 પોઇન્ટ) ઘટીને 56,838 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 58,905 ખૂલીને 58,972 સુધીની ઉપલી અને 56,316 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
58,905 પોઇન્ટ | 58,972 પોઇન્ટ | 56,316 પોઇન્ટ | 56,838 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 25-4-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |