મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સુધારો ક્ષણજીવી નીવડ્યો છે. ગુરુવારની વૃદ્ધિ બાદ શુક્રવારે ફરીથી ઘટાડો નોંધાયો હતો. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સના ઘટકોમાંથી તમામ કોઇનમાં ઘટાડો નોંધાયો હતો, જેમાંથી 3-6 ટકાની રેન્જમાં ઘટેલા અવાલાંશ, પોલકાડોટ, પોલીગોન અને સોલાના મુખ્ય હતા. માર્કેટ કેપિટલાઇઝેશન 1.091 ટ્રિલ્યન થયું હતું.
દરમિયાન, અમેરિકાના મોન્ટાના રાજ્યમાં ક્રીપ્ટોકરન્સી માઇનિંગને લગતો ખરડો પસાર કરવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય ક્રીપ્ટો માઇનર્સની સાથે થતા ભેદભાવને દૂર કરવાનો અને માઇનિંગ કરી રહેલી વ્યક્તિઓ તથા બિઝનેસના હકનું રક્ષણ કરવાનો છે. રાજ્યમાં વહીવટીતંત્રએ લાદેલા ઉંચા કરવેરા અને વીજળીના દર સામે પણ આ ખરડો રક્ષણ આપશે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.75 ટકા (605 પોઇન્ટ) ઘટીને 34,063 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,469 ખૂલીને 34,477ની ઉપલી અને 33,578 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.