મુંબઈઃ અમેરિકામાં ફુગાવાનો આંક ધારણા કરતાં સારો આવ્યો હોવાથી વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સુધારો જોવા મળ્યો હતો. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ આઇસી15ના તમામ ઘટક કોઇન વધ્યા હતા. ડોઝકોઇન, ઈથેરિયમ, યુનિસ્વોપ અને કાર્ડાનોમાં 3થી 8 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
દરમિયાન, અમેરિકાના ટેક્સાસ રાજ્યની ધારાસભાએ બિટકોઇન માઇનર્સને આપવામાં આવતી સવલતો દૂર કરવા માટેનો ખરડો પસાર કર્યો છે. બીજી બાજુ, ઝામ્બિયામાં ક્રીપ્ટોકરન્સી માટેનાં ધારાધોરણો ઘડવા માટેનું કાર્ય ચાલી રહ્યું છે. સ્વીડનની કેન્દ્રીય બેન્ક – રિક્સબેન્કે કહ્યું છે કે દેશમાં સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીના ત્રીજા તબક્કા માટેનું આયોજન ચાલી રહ્યું છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.03 ટકા (493 પોઇન્ટ) ઘટીને 40,296 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,884 ખૂલીને 40,471ની ઉપલી અને 39,722 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.