મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સતત ત્રણ દિવસ વૃદ્ધિ રહ્યા બાદ શુક્રવારે પ્રોફિટ બુકિંગને પગલે બજાર મામૂલી ઘટ્યું હતું. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના ઘટક કોઇનમાંથી ચેઇનલિંકને બાદ કરતાં બધા કોઇનમાં ઘટાડો નોંધાયો હતો. મુખ્ય ઘટેલા કોઇન શિબા ઇનુ, પોલીગોન, સોલાના અને બીએનબી હતા, જેમાં 4થી 7 ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો. બિટકોઇને 30,000 ડોલરની સપાટી ટકાવી રાખી હતી.
દરમિયાન, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે (આઇએમએફ) પ્રકાશિત કરેલા લેખમાં કહેવામાં આવ્યું છે કે ક્રીપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાનું પગલું લાંબા ગાળે ઉપયોગી નહીં થાય. ક્રીપ્ટોકરન્સીના લાભ લેવા માટે એનું નિયમન કરી શકાય છે. બીજી બાજુ, જાપાનની સૌથી મોટી બેન્ક – એમયુએફજી પોતાના બ્લોકચેઇન પ્લેટફોર્મ મારફતે વૈશ્વિક સ્ટેબલકોઇન ઇસ્યૂ કરવાનું વિચારી રહી છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.48 ટકા (192 પોઇન્ટ) ઘટીને 39,856 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,048 ખૂલીને 40,135ની ઉપલી અને 39,455 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.