આઇસી15 ઇન્ડેક્સમાં 1,139 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ રોકાણકારોએ સોનું અને ડોલરમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હોવાથી ક્રીપ્ટોકરન્સીમાં ઘટાડો આવ્યો છે. ચીન અને અમેરિકા વચ્ચે વધેલી તંગદિલીની સ્થિતિમાં તથા અર્થતંત્રની નબળાઈને અનુલક્ષીને આ ઘટાડો આવ્યો છે. બિટકોઇન ઘટીને 23,000 ડોલરની નીચે પહોંચી ગયો હતો.

આ સપ્તાહે અમેરિકાના રોજગારના આંકડાઓ જાહેર થવાના હોવાથી રોકાણકારોએ સાવચેતીભર્યો અભિગમ અપનાવ્યો છે. ગયા મહિને બહાર આવેલા આંકડાઓ મુજબ મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિ ધીમી પડી છે. જોકે, નિષ્ણતોનું કહેવું છે કે અમેરિકન અર્થતંત્ર હાલ મંદીની સ્થિતિમાં નથી.

ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જોએ 85 મિલ્યન ડોલર કરતાં વધુ મૂલ્યનાં ઓળિયાં સુલટાવ્યાં છે. એમાંથી 76 ટકા ઓળિયાં લોંગ હતાં. તેના પરથી અંદાજ આવે છે કે રોકાણકારોએ નફો અંકે કરી લેવાનું વલણ અપનાવ્યું છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.42 ટકા (1,139 પોઇન્ટ) ઘટીને 32,131 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,269 ખૂલીને 33,565 સુધીની ઉપલી અને 31,896 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
33,269 પોઇન્ટ 33,565 પોઇન્ટ 31,896 પોઇન્ટ 32,131 પોઇન્ટ

ડેટાનો સમયઃ 2-8-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)