નવી દિલ્હીઃ દેશઆખામાં કોરોનાને લીધે સ્થિતિ બગડેલી છે, જેમાં છેલ્લા કેટલાક સમયથી રોજગારને લઈને સ્થિતિ વણસેલી છે અને નવા રોજગાર સર્જનમાં ઘટાડો થયો છે. એસબીઆઇ ઇકોરેપના અહેવાલ મુજબ નવી રોજગારીના સર્જનમાં છેલ્લાં બે વર્ષમાં ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2020માં 60.8 લાખ નવી રોજગારીની તકો ઊભી થઈ હતી, જ્યારે નાણાં વર્ષ 2020-21માં માત્ર 44 લાખ નવી તકો બની હતી એટલે કે ગયા વર્ષે 16.9 લાખ ઓછી રોજગારીનું સર્જન થયું હતું, જ્યારે નાણાં વર્ષ 2019માં 89.7 લાખ નવી નોકરીઓનું સર્જન થયું હતું એટલે કે નાણાકીય વર્ષ 2020માં નવી નોકરીઓની તકોમાં 28.9 લાખનો ઘટાડો થયો હતો.
આ રિપોર્ટ એસબીઆઇના ગ્રુપના ચીફ ઇકોનોમિક એડવાઇઝર ડો. સૌમ્ય કાંતિ ઘોષે તૈયાર કર્યો છે. હાલમાં જારી થયેલા ઈપીએફઓ ડેટા મુજબ નાણાકીય વર્ષ 2021માં EPFના 94.5 લાખ નવા સબસ્ક્રાઇબર્સ જોડાયા અને એનપીએમાં 5.82 લાખ નવા સબસ્ક્રાઇબર્સ જોડાયા હતા.
એનો અર્થ એ થયો કે ગયા નાણાકીય વર્ષ 2021માં 100.4 લાખ નોકરીઓની તક ઊભી થઈ, જે નાણા વર્ષમાં 102.3 લાખથી થોડા ઓછા છે. ઘોષની ગણતરી મુજબ નાણાકીય વર્ષમાં નવી નોકરીઓ 100.4 નહીં, 44 લાખ રહી હતી. ઘોષનું કહેવું છે કે આમાં મહત્તમ લો ક્વોલિટીની જોબ્સ છે.