શેડ્યૂલ્ડ ઈન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઈટ્સ 30-જૂન સુધી બંધ

નવી દિલ્હીઃ ભારત સરકારે કોરોનાવાઈરસ રોગચાળાના ફેલાવાને ધ્યાનમાં લઈને શે શેડ્યૂલ્ડ ઈન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઈટ્સ પર મૂકેલું સસ્પેન્શન 30 જૂન સુધી લંબાવી દીધું છે.

દેશના એવિએશન ક્ષેત્ર માટેની નિયામક સંસ્થા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) તરફથી જણાવવામાં આવ્યું છે કે આમ છતાં, દરેક કેસના મહત્ત્વને ધ્યાનમાં લઈને અધિકારપ્રાપ્ત સમર્થ સત્તાધીશો પસંદગીના રૂટ્સ પર ઈન્ટરનેશનલ શેડ્યૂલ્ડ ફ્લાઈટ્સને કદાચ પરવાનગી આપશે. ઉલ્લેખનીય છે કે, કોરોના રોગચાળાને કારણે શેડ્યૂલ્ડ ઈન્ટરનેશનલ પેસેન્જર વિમાન સેવાઓ 2020ની 23 માર્ચથી ભારતમાં સ્થગિત કરી દેવામાં આવી છે. પરંતુ, 2020ના મે મહિનાથી વંદે ભારત મિશન અંતર્ગત સ્પેશિયલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવી રહી છે. ઉપરાંત, ભારતે 27 દેશો સાથે એર બબલ કરાર પણ કર્યા છે અને તે અંતર્ગત પણ આ દેશો સાથે વિશેષ વિમાન સેવા ચલાવવામાં આવી રહી છે.