અમદાવાદઃ સોના-ચાંદીની કિંમત રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા પછી ભારતીય માર્કેટોમાં સતત નીચી સપાટીએ પહોંચીએ છે. છેલ્લાં છ સેશનોમાં પાંચ સેશનમાં સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. એમસીએક્સમાં છઠ્ઠા સેશનમાં ગોલ્ડ ફ્યુચર પ્રતિ 10 ગ્રામદીઠ 0.12 ટકા ઘટીને ₹ 47,200 થયા હતા, જ્યારે સિલ્વર ફ્યુચર પ્રતિ કિલોએ 0.2 ટકા ઘટીને ₹ 68,593 થયા હતા. જોકે છેલ્લા સેશનમાં સોનામાં 1.2 ટકાનો અને ચાંદીમાં 2.8 ટકાનો વધારો થયો હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં સોનાની કિમત ₹ 56,200 રેકોર્ડ ઊંચાઈએ પહોંચી હતી. જ્યાંથી પ્રતિ ગ્રામદીઠ ₹ 9000 સસ્તું થઈ ચૂક્યું છે.
ગ્લોબલ માર્કેટ્સમાં સોનાની કિંમત પ્રતિ ઔંસ 1811.80 ડોલર હતી. એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ ફ્યુચર તેજીમાં હતો, જ્યારે એશિયન માર્કેટમાં મજબૂતાઈ હતી. બજેટમાં આયાત ડ્યૂટીમાં કાપ મૂક્યો હતો. જેથી સ્થાનિક બજારમાં સોનાની કિંમત ઘટી હતી, જ્યારે ડોલર ઇન્ડેક્સમાં વધારો થતાં આંતરરાષ્ટ્રીય સોનાની કિંમત ઘટી હતી.
આજે પણ વૈશ્વિક માર્કેટમાં સોનાની આયાત ફરીથી સ્થિર રહી હતી. ઇક્વિટીમાં વધારો થતાં સોનાની કિંમત પ્રતિ ઔંસ 1811.80 ડોલર હતી.
અમેરિકાની બાઇડન સરકારે રાહત પેકેજ જાહેર કરતાં વિશ્લેષકોએ એસેટની કિંમતો અને ફુગાવો વધવાની દહેશત વ્યક્ત કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે સોનાની કિંમતો નીચા સ્તરે પહોંચશે. ફુગાવા સામે સોનામાં અને કરન્સીના ઘટાડા માટે હેજિંગ થયું હોવાનું માનવામાં આવે છે.