લોકોને ફરી એક વાર આંસુ પડાવતી ડુંગળી

નવી દિલ્હીઃ ડુંગળી ફરી એક વાર લોકોને રડાવી રહી છે. દિલ્હી, મુંબઈ સહિત દેશના કેટલાક હિસ્સાઓમાં છેલ્લા 15 દિવસોમાં ડુંગળીની કિંમતો બેથી ત્રણ ગણી વધી ગઈ છે. મહારાષ્ટ્રમાં જથ્થાબંધ બજારમાં કિંમત વધીને પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. જોકે ડુંગળીની કિંમતો વધવાનું ખરું કારણ પુરવઠો ઓછો નહીં, પણ જમાખોરીને કારણે દર વર્ષે કેટલોક સમય ડુંગળીની કિંમતો વધી જાય છે. નવા કૃષિ કાયદાઓથી જમાખોરો પરથી પ્રતિબંધ દૂર થતાં કોઈ મર્યાદા નહીં રહે, જેથી કિંમતમાં વધુ વધારો થશે.

દિલ્હીમાં ડુંગળીની કિંમત રૂ. 50-60 સુધી પહોંચી છે, જ્યારે કેટલાક દિવસો પહેલાં એ ડુંગળીની કિંમત રૂ. 20-30માં વેચાતી હતી. વળી છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા વરસાદને પગલે ડુંગળીના પાક પર અસર પડી છે. જેથી સપ્લાય ઓછો છતાં કિંમતોમાં વધારો થયો છે, એમ આઝાદપુર મંડીના અધ્યક્ષ આદિલ અહેમદ ખાને કહ્યું હતું.

દિલ્હી સિવાય અન્ય શહેરોમાં ડુંગળીની કિંમતો વધી રહી છે. ગાજિયાબાદમાં છેલ્લા છ-સાત દિવસોમાં ડુંગળીની કિંમતો બમણી થઈ છે.  નાસિકમાં જથ્થાબંધ બજારોમાં ડુંગળીની કિંમતોમાં રૂ. 500-700નો વધારો થયો છે. જેથી ડુંગળીની રિટેલ કિંમતો પ્રતિ કિલોએ રૂ. 40-50 થયા છે, જે એક સપ્તાહ પહેલાં પ્રતિ કિલો વેચાતી હતી. નોએડામાં  ડુંગળીની કિંમતો  પ્રતિ કિલો રૂ. 50-60એ પહોંચી હતી, એમ વેપારીઓએ કહ્યું હતું. ડુંગળીની આવકો 15 ફેબ્રુઆરીથી શરૂ થશે, જે પછી કિંમતો ઘટશે. ફરીદાબાદમાં પણ જથ્થાબંધ બજારમાં  વધીને રૂ. 40 થઈ હતી, જે પહેલાં પ્રતિ કિલોગ્રામ રૂ. 30 હતી.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]