વોશિંગ્ટનઃ સરકાર દ્વારા કરવામાં આવેલા આર્થિક સુધારા અને દેશમાં વેપારની સાનુકૂળ સ્થિતિના પ્રયાસોની વચ્ચે ભારત એક અનેક તકોની ભૂમિ સ્વરૂપે ઊભર્યું છે, એમ ટોચના ભારતીય ઉદ્યોગપતિએ કહ્યું હતું. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી)ના અધ્યક્ષ શુભ્રકાંત પાંડાએ કહ્યું હતું કે ભારત આજે જ્યાં છે, ત્યાં એ આર્થિક સુધારાને કારણે છે અને એમાં એક કારણ એ પણ છે કે કોવિડ19 રોગચાળામાં ભારતમાં સુધારા જારી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે તમારા પ્રોજેક્ટોમાં ભારત વિના વિકાસ વિશે વિચારી નથી શકતા. વિશ્વમાં બીજે ક્યાં એવી તકો મળશે, જ્યાં તમારી પાસે એક વ્યાપક ઘરેલુ બજાર છે. બલકે એવા સંસાધન પણ છે, જેના દ્વારા ના માત્ર ઘરેલુ બજાર, પણ નિકાસ માટે પણ ઉત્પાદન કરી શકાય છે. તેમણે કહ્યું હતું કે અહીં ભારત એક વિશિષ્ટ પ્રસ્તાવ રજૂ કરે છે. તમે એક વૈશ્વિક કંપની છે અથવા એક સ્થાનિક કંપની હો- તમે ભારત વિના વેપાર આગળ વધારવાનું વિચારી પણ નથી શકતા.
પાંડા IMF અને વિશ્વ બેન્કની વાર્ષિક બેઠકના સિલસિલામાં ભારતના ઉદ્યોગપતિઓના ફિક્કીના પ્રતિનિધિ મંડળની આગેવાની કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ભારતીય અર્થતંત્ર રોગચાળાની અસરથી બહાર આવી ચૂક્યું છે., પણ વૈશ્વિક અર્થતંત્રમાં સુસ્તી અને વિકસિક અર્થતંત્રોમાં ઊંચા ફુગાવાની ભારત પર પ્રતિકૂળ અસર પડશે. વેપારની સાનુકૂળતાને કાણે ભારત વૈશ્વિક સ્તરે તકોનો લાભ ઉઠાવવા તૈયાર છે, એમ તેમણે કહ્યું હતું.