ગાજિયાબાદ નગર નિગમે BSE બોન્ડ પ્લેટફોર્મ મારફત રૂ.150 કરોડ એકત્ર કર્યા

મુંબઈઃ ગાજિયાબાદ નગર નિગમે ઈલેક્ટ્રોનિક મિકેનીઝમ BSE બોન્ડ પ્લેટફોર્મ મારફત રૂ.150 કરોડ એકત્ર કર્યા છે. એક નગર પાલિકા દ્વારા કરવામાં આવેલો આ પ્રથમ ગ્રીન બોન્ડ ઈશ્યુ હતો. પ્રાઈવેટ પ્લેસમેન્ટ ધોરણે ઓફર કરવામાં આવેલા આ બોન્ડ ઈશ્યુની એરેન્જર્સ એકે કેપિટલ સર્વિસીસ અને એચડીએફસી બેન્ક હતી.

ગાજિયાબાદ નગર નિગમને રૂ.401 કરોડની કુલ 40 બીડ્સ પ્રાપ્ત થઈ હતી, જે ઈશ્યુના કદથી ચાર ગણી રકમ છે. નગરપાલિકાઓમાં બીએસઈબોન્ડ પ્લેટફોર્મ ઋણ એકત્ર કરવા માટે પસંદગીનું મથક બની રહ્યું છે. રૂ.165 કરોડની 12 બીડ્સ ક્યુઆઈબી દ્વારા જ્યારે રૂ.265 કરોડની 18 બીડ્સ બિન-સંસ્થાકીય રોકાણકારો પાસેથી પ્રાપ્ત થઈ હતી.

આ પ્રસંગે BSEના MD અને CEO આશિષકુમાર ચૌહાણે ગાજિયાબાદ નગર નિગમને હોળીના પર્વે સફળતાપૂર્વક રૂ.150 કરોડની રકમ બોન્ડ ઈશ્યુ દ્વારા એકત્ર કરવા બદલ અભિનંદન આપતાં કહ્યું કે દેશમાં BSE બોન્ડપ્લેટફોર્મે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ પૂર્વે ઉત્તર પ્રદેશ મ્યુનિસિપલ કોર્પોરેશને સફળતાપૂર્વક બોન્ડ્સ ઈશ્યુ કર્યો હતો. બીએસઈ માને છે કે દેશની બોન્ડ્સ બજાર વિકાસની મોટી છલાંગ ભરવાને આરે છે. બોન્ડ્સ બજારમાં બિન-સંસ્થાકીય સામેલગીરી વધતી જાય છે તે દર્શાવે છે કે ભારત સ્થાનિક બચતોને માળખાકીય વિકાસ ભણી વાળી શકે છે.

ગાજિયાબાદ નગર નિગમના મ્યુનિસિપલ કમિશનર મહેન્દ્ર સિંહ તનવરે કહ્યું કે અમે સફળતાપૂર્વક પ્રથમ ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ ઈશ્યુ દ્વારા રૂ.150 કરોડ 8.10 ટકાના કૂપન રેટે એકત્ર કર્યા છે, જે દેશના મ્યુનિસિપલ બોન્ડ્સના ઈતિહાસમાં સૌથી અધિક સ્પર્ધાત્મક રેટ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]