પેરિસઃ વિશ્વમાં ખાણીપીણીની ચીજવસ્તુઓની કિંમતોમાં સતત ચાર મહિના સુધી વધારા પછી ડિસેમ્બરમાં થોડો ઘટાડો થયો હતો. જોકે 2021માં ખાદ્ય પદાર્થોની કિંમતોમાં આશરે 28 ટકા વધી હતી, જે વર્ષ 2011 પછી અત્યાર સુધીનો સૌથી સરેરાશ સ્તર છે. સંયુક્ત રાષ્ટ્રની ફૂડ એજન્સીએ એક નિવેદનમાં આ માહિતી આપી હતી.
ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO)નો ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ વિશ્વમાં સૌથી વધુ વેપાર થતી ખાદ્ય પદાર્થોની આંતરરાષ્ટ્રીય કિંમતો પર નજર નાખે છે. ડિસેમ્બરમાં એ ઇન્ડેક્સ સરેરાશ 133.7 પોઇન્ટ રહ્યો હતો, જે નવેમ્બરના અંતે 134.9 પોઇન્ટ હતો.
વર્ષ 2021ના બધા મહિનાઓનો બેન્ચમાર્કે ઇન્ડેક્સ સરેરાશ 125.7 પોઇન્ટ રહ્યો હતો, જે ગયા વર્ષની તુલનાએ 28.1 ટકા વધુ છે. એ વર્ષ 2011ની સરેરાશ 131.9 પછી અત્યાર સુધીનો ઊંચો સરેરાશ આંકડો છે. મન્થલી ઇન્ડેક્સ 10 વર્ષનો મહત્તમ સ્તર દર્શાવે છે કે કેટલાય પાકોને નુકસાન થયું છે અને એની માગ ગયા વર્ષની તુલનાએ વધુ મજબૂત છે. જોકે ડિસેમ્બરમાં ડેરી ઉત્પાદનો તરીકે સામેલ છે, જેમાં કિંમતોમાં વધારો જોવા મળ્યો હતો. આ ઉત્પાદનોને છોડીને બધી કેટેગરીની કિંમતોમાં ડિસેમ્બરમાં નરમાઈ જોવા મળી હતી. કિંમતોમાં સૌથી વધુ ઘટાડો વેજિટેબલ ઓઇલ અને શુગરમાં જોવા મળી હતી.
જોકે વર્ષ 2021માં બધી કેટેગરીના ઉત્પાદનોની કિંમતોમાં ઝડપી વધારો જોવા મળ્યો હતો. ખાદ્ય પદાર્થોની કિંમતો વધવાથી વૈશ્વિક સ્તરે મોંઘવારી વધી છે. એજન્સીએ ચેતવણી પણ આપી હતી કે કિંમતોમાં વધારાથી એ દેશોની ગરીબ વસતિ પર પ્રતિકૂળ અસર પડે છે, જ્યાં મોટા ભાગની ફૂડ પ્રોડક્ટ બહારથી આયાત કરવામાં આવે છે.