EPFOના 22.55 કરોડ ખાતાધારકોના ખાતામાં વ્યાજ જમા કરાયું

નવી દિલ્હીઃ નવા વર્ષે એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ દ્વારા કર્મચારીઓ માટે ખુશખબર છે. એ કર્મચારીઓને વ્યાજનાં નાણાં મોકલવામાં આવ્યાં છે, જે ખાતામાં હજી વ્યાજની રકમ નહોતી મોકલવામાં આવી. જેનાથી આશરે છ કરોડ કર્મચારીઓને લાભ થશે. વર્ષ 2021-22 માટે એમ્પ્લોઝીય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને (EPFOએ) 22.55 કરોડ PF ખાતાધારકોના ખાતામાં 8.50 ટકાનો દર વ્યાજ જારી કર્યું છે. જો તમારા ખાતામાં વ્યાજ જમા ન થયું હોય તો તમે તમારું બેલેન્સ તપાસવા ઇચ્છો છો તો આ રીતે ચેક કરી શકો છો.

EPFO નોકરિયાત લોકોની મહિનાની સેલરીમાંથી કેટલાક ટકા કાપે છે, જે નિવૃત્ત સમયે કે જરૂર પડ્યે કામ આવે છે. EPFO કર્મચારીઓ આ રકમ પર વ્યાજ આપે છે. આ વ્યાજના નાણાં 2021-22 દરમ્યાન કર્મચારીઓનાં ખાતાઓમાં જારી કરવામાં આવી છે.

જો તમે PFધારક છો તો તમે તમારો મોબાઇલ નંબર તમારે PF ખાતાથી જોડાયેલો છે તો તમે વિના UAN નંબરથી PF ખાતામાં કેટલી રકમ જમા છે, એ જાણી શકો છો. એના માટે તમારે  EPFO ખાતાધારક 011-22901406 મિસ્ડ કોલ કરી શકો છો.

કોઈ પણ PFધારક EPFOની SMS સુવિધા દ્વારા PF ખાતાનું બેલેન્સ જાણી શકે છે. આ સુવિધાનો લાભ લેવા માટે 77382 99899 પર EPFOHO UAN SMS કરવાનો રહેશે.

આ ઉપરાંત EPFOધારક  https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login  વેબસાઇટ પર જઈને બેલેન્સની જાણકારી ચેક કરી શકે છે. અહીં તમને E-પાસબુક મળશે. જેને ડાઉનલોડ કરીને સરળતાથી તમારા વ્યવહારોનો ઇતિહાસ જાણી શકો છો.