પુણેઃ પુણેનિવાસીઓએ એમનાં ઉનાળુ ફેવરિટ ફળ કેરીના પહેલા બોક્સનું સ્વાગત કર્યુ છે. આ બોક્સ ગઈ કાલે અહીંના માર્કેટ યાર્ડમાં લાવવામાં આવ્યું હતું.
પાંચ ડઝન દેવગડ હાફુસ કેરીનું આ બોક્સ સિંધુદુર્ગથી આવ્યું હતું અને રૂ. 18,000માં વેચાયું હતું. સામાન્ય રીતે, કેરીની ડિલીવરી ફેબ્રુઆરીથી શરૂ થતી હોય છે, પણ આ વર્ષે કેરીનું આગમન વહેલું થયું છે.
