ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશને ગ્રીન-બોન્ડ્સ આઈએફએસસીમાં લિસ્ટ-કર્યાં

મુંબઈ તા.24 જાન્યુઆરી, 2022: દેશની પ્રતિષ્ઠિત મિનીરત્ન ગણાતી અને ભારતીય રેલવેની નાણાકીય પાંખ ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન (આઈઆરએફસી)એ તેના 50 કરોડ ડોલરનાં બોન્ડ્સ ગિફ્ટ આઈએફએસસી પર લિસ્ટ કર્યાં છે. આ લિસ્ટિંગથી આઈએફએસસીને વિથહોલ્ડિંગ ટેક્સમાં ચાર ટકાની રાહત થશે.

આ લિસ્ટિંગ અંગે બોલતાં આઈએફએસસીએના ચેરમેન શ્રીનિવાસ ઈંજેતીએ કહ્યું હતું કે આઈઆરએફસીએ તેનાં 50 કરોડ યુએસ ડોલરનાં બોન્ડ્સ એક્સક્લુઝિવલી આઈએફએસસી પર લિસ્ટ કર્યાં એનો અમને આનંદ છે. આઈએફએસસીએ આઈએફએસસીને ભારતમાં ગ્રીન ફાઈનાન્સિંગ અને સસ્ટેનેબલ ફાઈનાન્સિંગ માટે વિદેશી ભંડોળ પ્રાપ્ત કરવા માટેનો ગેટ વે બનાવવા માગે છે. આઈઆરએસસીના એક્સક્લુઝિવ લિસ્ટિંગ આંતરરાષ્ટ્રીય ધિરાણ ઉપલબ્ધ કરવા માટે આઈએફએસસીએ હાંસલ કરેલી સ્પર્ધાત્મકતાને દર્શાવે છે.

 

આઈઆરએફસીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અમિતાભ બેનર્જીએ કહ્યું કે આઈઆરએફસી ગ્રીન બોન્ડ્સ 2022 વિરાટ મેદનીને સ્પર્શતા જાહેર પરિવહન માટે સંસાધનો એકત્ર કરવાના નવા માર્ગો ખોલશે. આ બોન્ડ્સ ભારતીય ક્રેડિટ બજારમાં નવાં પ્રોડક્ટ્સ અને રોકાણકારોના નવા વર્ગનું સર્જન કરશે.

આ પ્રસંગે ઈન્ડિયા આઈએનએક્સના સીઈઓ અને એમડી વી. બાલાસુબ્રહ્મણિયમે કહ્યું હતું કે આઈએફએસસીમાં આઈઆરએફસીએ આ બોન્ડ્સ લિસ્ટ કર્યાં તે એક મહત્ત્વનું પગલું છે. ગિફ્ટ આઈએફએસસીમાં લિસ્ટ થનારી પ્રથમ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ડરપ્રાઈઝ આઈઆરએએસસી બની છે. આ સાથે ઈન્ડિયા આઈએનએક્સ પર ગ્રીન બોન્ડ્સનું લિસ્ટિંગ 5 અબજ ડોલરથી અધિકનું થયું છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]