ફેસબુક, ગૂગલની પાસે પણ આટલા શ્રીમંત કર્મચારીઓ નથી

બીજિંગઃ અમેરિકાને વિશ્વના સૌથી શ્રીમંત દેશ અને સૌથી મોટા અર્થતંત્ર ભલે માનવામાં આવતો હોય, પરંતુ સૌથી વધુ અબજોપતિના મામલે ચીનની કંપનીઓ અમેરિકી કંપનીઓથી આગળ છે. ચીનની રાજધાની બીજિંગમાં વિશ્વના સૌથી વધુ 100થી વધુ અબજપતિ છે.  

એક બહુ ઓછી ચર્ચામાં રહેતી બેટરીઉત્પાદક કંપનીમાં નવ અબજપતિ છે, જ્યારે ફેસબુક, વોલમાર્ટ અને ગૂગલ જેવી વિશ્વની જાણીતી કંપનીઓમાં માત્ર આઠ-આઠ અબજપતિ છે. ચીનની કંપની કન્ટેમ્પરરી એમ્પેરેક્સ ટેક્નોલોજી (CATL) વિશ્વમાં સૌથી વધુ અબજપતિ આપતી કંપની છે. CATL વિશ્વની શાનદાર  અને લક્ઝરી કારોની કંપનીઓ BMW, ફોક્સવેગન અને મર્સિડીઝ બેન્ઝના ઇલેક્ટ્રિક મોડલ માટે બેટરી બનાવે છે. ઇલેક્ટ્રિક કારોની 22 ટકા બેટરી એકલા CATL બનાવે છે

ચીન વિશ્વનું સૌથી મોટું ઓટોમોટિવ અને ઇલેક્ટ્રિક કાર માર્કેટ છે. જેથી CATLએ એની ક્ષમતા અનેક ગણી વધારી છે. વિશ્વભરમાં ઇલેક્ટ્રિક કારોમાં લાગતી બેટરીઓમાં 22 ટકા બેટરી  CALT બનાવે છે.

વિશ્વની સૌથી વધુ અબજપતિ આપતી CATL ની ખાસ વાત એ છે કે એ માત્ર 10 વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2011માં સ્થાપિત થઈ છે, પણ કંપનીના શેરની કિંમત એક વર્ષમાં 150 ટકા ઊછળ્યો હતો. CATLના ફાઉન્ડર અને CEO રોબિન ઝેંગ પાસે કંપની 25 ટકા શેર છે. માર્ચ, 2020ની તુલનામાં રોબિન ઝેંગની સંપત્તિમાં ત્રણ ગણો વધારો થયો છે. ચીન સરકારે વર્ષ 2015થી ઇલેક્ટ્રિક કારો માટે બેટરી બનાવતી કંપનીઓને સબસિડી આપવાની શરૂઆત કરી હતી. જેથી પડતર ઓછી થતાં કંપનીની બેટરીઓની માગમાં નોંધપાત્ર વધારો થયો. હતો.