નવી દિલ્હીઃ દિલ્હીના ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ વર્ષ 2022-23 વર્ષ માટે દિલ્હી સરકારે બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ જેટ રજૂ કરતાં તેમણે કહ્યું હતું અમે રોજગાર બજેટ રજૂ કરી રહ્યા છીએ, જેનો ઉદ્દેશ આર્થિક કલ્યાણમાં તેજી લાવવાનો છે. રોજગાર બજેટના માધ્યમથી અમારું લક્ષ્ય આગલાં પાંચ વર્ષોમાં પાંચ લાખ નોકરીઓ ઊભી કરવાનો છે. તેમણે કહ્યું હતું કે 2030 સુધી દેશમાં નવ કરોડ નોકરીઓની જરૂર હશે. દિલ્હીનું બજેટ 75,800 કરોડનું છે. એ બજેટ વર્ષ 2021-22ના રૂ. 69,000 કરોડના બજેટથી 9.86 ટકા વધુ છે.
તેમણે બજેટમાં દિલ્હીમાં એક ઇલેક્ટ્રોનિક સિટી બનાવવાની જાહેરાત કરી હતી, જેમાં 80,000 લોકોને રોજગારી મળશે. આ ઇલેક્ટ્રોનિક સિટી બાપરૌલામાં સ્થાપિત કરવામાં આવશે. બાપરોલા રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીમાં નજફગઢના બહારના વિસ્તારમાં એક જનગણના શહેર અને ગામ છે. એ દિલ્હી-હરિયાણાસ્થિત છે.
તેમણે કહ્યું હતું કે 20 લાખ રોજગારીના સર્જન કરવાની લક્ષ્યની ઘોષણા કરતાં કહ્યું હતું કે અમારું લક્ષ્ય રિટેલ ક્ષેત્ર, ખાદ્ય અને પીણાં, યાત્રા અને પર્યટન, રિયલ એસ્ટેટ અને ગ્રીન એનર્જી ક્ષેત્રે 20 લાખ રોજગારી સર્જન કરીને દિલ્હીને એક વ્યાવસાયિક કેન્દ્રનો વિસ્તાર કરવાનું છે. અમે સ્કૂલ લેવલથી નોકરી માગવાવાળા નહીં બલકે નોકરી આપવાવાળા કેન્દ્રમાં વિકસિત કરીશું.
दिल्ली के लिए इस साल “रोज़गार बजट” पेश किया गया। बेरोज़गारी के इस दौर में ये बजट युवाओं के लिए ढेरों रोज़गार तैयार करेगा। ये बजट प्रगति के मार्ग पर अपनी दिल्ली की गति को और तेज़ करेगा | Press Conference | LIVE https://t.co/18VxUeVcvc
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 26, 2022
તેમણે કહ્યું હતું કે છેલ્લાં સાત વર્ષોમાં અમે દિલ્હીમાં 1.78 લાખથી વધુ લોકોને સરકારી નોકરીઓ આપી છે, જેમાં 51,307 નોકરીઓ તો પાકી સરકારી નોકરીઓ છે. 2500 નોકરીઓ યુનિવર્સિટીમાં અને 3000 નોકરીઓ હોસ્પિટલોમાં આપી છે. અમે દિલ્હી રોજગાર પોર્ટલના માધ્યમથી 10 લાખથી વધુ ખાનગી નોકરીઓ આપવામાં આવી છે.