બંધારણમાં ‘બજેટ’ શબ્દ નથી, તેની પાછળનો મજેદાર ઈતિહાસ…

નવી દિલ્હી– આ વખતનું બજેટ ખાસ બની રહેવાનું છે. એક તો આ મોદી સરકારના કાર્યકાળનું આ છેલ્લુ બજેટ હશે અને બીજુ જીએસટી લાગુ થયા પછીનું આ પહેલું બજેટ રજૂ થશે. અમે આપને જણાવી દઈએ કે તેને બજેટ કેમ કહેવામાં આવે છે. તેની પાછળ દિલચસ્પ વાત છે. ખરેખર જોવા જઈએ તો બંધારણમાં ‘બજેટ’ શબ્દનો ઉપયોગ થયો જ નથી. તેને વાર્ષિક નાણાકીય વિવરણ કહેવામાં આવ્યું છે.

બ્રિટિશ સંસદના તમામ સાંસદોને સંસદીય પરંપરાઓની માતા ગણવામાં આવે છે. એટલે બજેટ પણ તેનો અપવાદ નથી રહ્યો. ખરેખર 1733માં જ્યારે બ્રિટિશ વડાપ્રધાન અને નાણાપ્રધાન રોબર્ટ વોલપોલે સંસદમાં દેશની સ્થિતીના લેખાજોખા રજૂ કર્યા હતા, ત્યારે તેમણે ભાષમાં તેને સંબદ્ધ દસ્તાવેજ ચામડાની બેગમાં રાખીને લાવ્યા હતા. ચામડાની બેગને ફ્રેન્ચ ભાષામાં ‘બુજેટ’ કહેવામાં આવે છે. બસ, એટલા માટે આ પરંપરાને પહેલા બુજેટ અને પછી સમયાંતરે બજેટ કહેવાવા લાગ્યું. જ્યારે નાણાપ્રધાન ચામડાની બેગમાં દસ્તાવેજ લઈને વાર્ષિક લેખાજોખા રજૂ કરવા સંસદમાં પહોંચે છે, ત્યારે સાંસદો કહે છે કે ‘બજેટ ખોલીયે, જોઈએ તેમાં શું છે’. અથવા ‘હવે નાણાપ્રધાન પોતાનું બજેટ ખોલે’. આ રીતે બજેટનું નામકરણ દર વર્ષે મજબૂત થતું ગયું.બર્ટ વોલપોલના કેટલીક કર દરખાસ્તોનો ભારે વિરોધ થયો હતો. ખાસ કરીને મીઠા પર ટેક્સ લગાવ્યો હતો, તે ટેક્સ પ્રપોઝલનો વિરોધ હતો. ત્યારે તેના ટીકાકારોએ મજાક કરી હતી અને કહ્યું હતું કે તેઓ દેશની અર્થવ્યવસ્થાનો ઈલાજ એક નાણાપ્રધાનની રીતે નહી પણ કોઈ છોલાઝાપ ડૉકટરની જેમ કર્યો હતો.

ભલે, વૉલપોલે એ સમયે બેગને કારણે કેટલાક લોકોની મજાકના પાત્ર બન્યા હતા, પણ ચામડાની બેગ અને બજેટ એક સંસદીય પરંપરાનું એવું નામકરણ બની ગયુ કે જેને બદલવાની વાત પણ હવે કોઈ વિચારી શકતું નથી.

1860માં ચાન્સલર ગ્લૈડસ્ટોને લાકડાનું બોક્સ બનાવીને તેની પર લાલ રંગના ચામડાથી મઢાવવામાં આવ્યું હતં. સાથે તેના પર મહારાણી વિક્ટોરિયાનો મોનોગ્રામ પણ છપાયો હતો. ત્યારથી દરેક નાણાપ્રધાન બજેટ દસ્તાવેજ સદનમાં લાવવા માટે આ બોક્સનો ઉપયોગ કરે છે. જ્યારે જેમ્સ કલાહન નાણાપ્રધાન બન્યા ત્યારે તેમને લાલ રંગનું બોક્સ નાનું પડવા લાગ્યુ, ત્યારે તેમણે એક નવું મોટુ બોક્સ બનાવ્યું અને તેના પર લાલ રંગની જગ્યાએ કથ્થઈ(બ્રાઉન) રંગનું ચામડુ મઠાવ્યું હતું. આ નવા બોક્સ પર મહારાણી વિક્ટોરિયાની જગ્યાએ મહારાણી એલિઝાબેથનો મોનોગ્રામ આવી ગયો હતો.

પરિણામ સ્વરૂપ કલાહન જ્યારે ચાન્સલર પદેથી હટ્યા પછી જૂનુ લાલ બોક્સ સંગ્રહાલયમાંથી પાછુ મંગાવીને અને કલાહન દ્વારા બનાવાયેલ બ્રાઉન બોક્સ સંગ્રહાલયમાં મુકાવી દેવામાં આવ્યું હતું. કલાહનના ઉત્તરાધિકારી રૉય જેનકિંસ બજેટ રજૂ કરવા જ્યારે સદનમાં આવ્યા ત્યારે તેમના હાથમાં જૂનુ લાલ બોક્સ હતું. જેને ગ્લેડસ્ટોન બોક્સ પણ કહેવામાં આવે છે.

હવે આ લાલ બજેટ બોક્સ સાથે એક મજેદાર કિસ્સો જોડાયેલો છે. લગભગ 150 વર્ષ પહેલા બનેલ બોક્સ આજ સુધી ગુમ થયું નથી. પણ 1868માં જ્યારે ચાન્સલર વાર્ડ હંટ બજેટ રજૂ કરવા સંસદ પહોંચ્યા અને હાઉસ ઓફ કોમર્સમાં ભાષણ શરૂ કરવા માટે તેમણે જ્યારે બોક્સ ખોલ્યું ત્યારે તેમાં દસ્તાવેજ હતો નહી, બોક્સ ખાલી જોઈને સંસદમાં સન્નાટો છવાઈ ગયો હતો. ચાન્સલર હંટનો શ્વાસ રુંધાઈ ગયો હતો. પણ અચાનક તેમને સમજ શક્તિ વાપરીને તુરંત જ એક વરિષ્ઠ અધિકારીને 11 ડાઉનિંગ સ્ટ્રીટ જઈને પોતાના ટેબલ પર મુકેલ તમામ દસ્તાવેજ લાવવા કહ્યું, જેવા અધિકારી દસ્તાવેજ લઈને પાછા આવ્યા ત્યારે વાર્ડ હંટના શ્વાસમાં શ્વાસ આવ્યો હતો, અને પછી તેમણે બજેટ ભાષણ વાંચવાનું શરૂ કર્યું હતું.