મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટ ગુરુવારે ફ્લેટ રહી હતી. અમેરિકામાં બુધવારે સ્ટોક્સ ઉંચે ગયા હતા, પરંતુ ગુરુવારે ફ્યુચર્સમાં મોટો ફેરફાર થયો ન હતો. રોકાણકારો હજી પણ ફેડરલ રિઝર્વના વ્યાજદર સંબંધિત વલણ બાબતે સાશંક છે.
અમેરિકામાં હવે રિટેલ સેલ્સ, જોબલેસ ડેટા અને ઇમ્પોર્ટ પ્રાઇસ સહિતના આર્થિક આંકડાઓ જાહેર થવાના હોવાથી તેના પર સૌની નજર છે.
ઈથેરિયમ હવે પ્રૂફ ઑફ વર્કમાંથી પ્રૂફ ઑફ સ્ટેકમાં રૂપાંતરિત થયો છે. તેના સ્થાપક વિતાલિક બુતેરિને કહ્યું છે કે પરિપક્વ સિસ્ટમ બનવા માટેના ઈથેરિયમના મોટા પ્રવાસમાં પહેલું પગલું ભરાયું છે.
બિટકોઇન 20,100 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.65 ટકા (195 પોઇન્ટ)ના ઘટાડા સાથે 29,823 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 30,018 ખૂલીને 30,359ની ઉપલી અને 29,163 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
30,018 પોઇન્ટ | 30,359 પોઇન્ટ | 29,163 પોઇન્ટ | 29,823 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 15-9-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |