ક્રીપ્ટોકરન્સીમાં ઘટાડાનો દોર જારીઃ આઇસી15-ઇન્ડેક્સ 1,054-પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ રોકાણકારો ફુગાવો અને ફેડરલ રિઝર્વના વ્યાજદર સંબંધિત વલણ બાબતે શંકાશીલ બની જતાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે ઘટાડાનો દોર જારી રહ્યો હતો. બિટકોઇન ફરી એક વાર 20,000 ડોલરની સપાટી ગુમાવી બેઠો છે.

શુક્રવારે સવારે જ અમેરિકન સ્ટોક્સ ફ્યુચર્સમાં ઘટાડાનો સંકેત મળી ગયો હતો. આર્થિક આંકડાઓ સારા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ હવે વ્યાજદરમાં વધારો કરવા બાબતે ઢીલ નહીં કરે એવું જણાય છે. વિશ્લેષકોનું કહેવું છે કે કેન્દ્રીય બેન્ક સતત ત્રીજી વાર 75 બેઝિસ પોઇન્ટની વૃદ્ધિ કરશે. કેટલાક નિષ્ણાતોના મતે વ્યાજદરમાં એક ટકાનો વધારો પણ કરવામાં આવી શકે છે.

અમેરિકામાં રિટેલ સેલ્સમાં સુધારો થયો છે. ડોલર પણ અનેક કરન્સીની સામે મજબૂત બન્યો છે. તેને લીધે રોકાણકારોનું માનસ બદલાયું છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.53 ટકા (1,054 પોઇન્ટ) ઘટીને 28,767 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 29,823 ખૂલીને 29,914 પોઇન્ટની ઉપલી અને 28,444 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
29,823 પોઇન્ટ 29,914 પોઇન્ટ 28,444 પોઇન્ટ 28,767 પોઇન્ટ

ડેટાનો સમયઃ 16-9-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]