બીએસઈ-એસએમઈ પ્લેટફોર્મ પર 391મી કંપની લિસ્ટ થઈ

મુંબઈ તા. 15 સપ્ટેમ્બર, 2022ઃ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 391મી કંપની વર્ચુઓસો ઓપ્ટોઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ લિસ્ટ થઈ છે. વર્ચુઓસો ઓપ્ટોઈલેક્ટ્રોનિક્સે રૂ.10ની કિંમતના 54 લાખ ઈક્વિટી શેર્સ, શેરદીઠ રૂ.56ની કિંમતે ઓફર કરી રૂ.30.24 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 7 સપ્ટેમ્બર, 2022ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

વર્ચુઓસો ઓપ્ટોઈલેક્ટ્રોનિક્સ મહારાષ્ટ્ર સ્થિત કંપની છે, જેના રજિસ્ટર્ડ ઓફિસ નાશિક ખાતે આવેલી છે. કંપની ઈલેક્ટ્રિક અને ઈલેક્ટ્રોનિક્સ, લાઈટિંગ અને અન્ય એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. કંપનીના વર્તમાન પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સ્પ્લિટ એરકંડિશનર્સ, વોટર હીટર્સ, એલઈડી લાઈટ્સ અને એરકંડિશનર્સ માટેના મોલ્ડિંગ  કંપોનન્ટ્સનો સમાવેશ થાય છે. કંપની ઓરિજિનલ ઈક્વિપમેન્ટ  મેન્યુફેક્ચરર્સ અને ઓરિજિનલ ડિઝાઈ મેન્યુફેકચરર્સ મોડેલ હેઠળ કામ કરે છે.

મુંબઈસ્થિત ફેડેક્સ સિક્યુરિટીઝ પ્રાઈવેટ લિમિટેડ વર્યુઓસો ઓપ્ટોઈલેક્ટ્રોનિક્સની લીડ મેનેજર હતી.

અત્યાર સુધીમાં બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પરથી 151 કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. આ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 390 કંપનીઓએ બજારમાંથી રૂ.4,222.53 કરોડ એકત્ર કર્યા છે, જેનું માર્કેટ કેપિટલાઈઝેશન 14 સપ્ટેમ્બર, 2022ના રોજ રૂ.60,852 કરોડ હતું. આ સેગમેન્ટમાં 61 ટકા બજાર હિસ્સા સાથે બીએસઈ મોખરે છે.