મુંબઈઃ રશિયા અને અમેરિકા વચ્ચેની લશ્કરી તંગદિલીને કારણે તથા મેટા પ્લેટફોર્મ્સ (જૂનું નામ ફેસબુક) કંપનીએ ચોથા ક્વોર્ટરમાં નબળી કામગીરી કરી તેને પગલે બિટકોઇન સહિતની મુખ્ય ક્રિપ્ટોકરન્સીમાં કડાકો બોલાયો છે. વર્તમાન ક્વોર્ટર માટે પણ મેટા પ્લેટફોર્મ્સે આવક ઘટવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.
અહીં જણાવવું રહ્યું કે અમેરિકન પ્રમુખ જો બાઇડને યુક્રેન પર રશિયાનું આક્રમણ થતું ટાળવા માટે પૂર્વ યુરોપમાં વધારાની કુમક મોકલવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી તેને કારણે રશિયા સાથેની તંગદિલી વધી ગઈ છે.
મેટાએ જણાવ્યા મુજબ વર્તમાન ક્વોર્ટરમાં તેની આવક 30.2 બિલ્યન ડોલરના અંદાજની સામે હવે 27થી 29 બિલ્યન ડોલર રહેવાની ધારણા છે.
સૌથી જૂની ક્રિપ્ટોકરન્સી બિટકોઇનનો ભાવ આ લખાઈ રહ્યું છે તેની પહેલાંના ચોવીસ કલાકમાં પાંચ ટકા કરતાં વધારે ઘટી ગયો છે. ક્રીપ્ટોકરન્સી માર્કેટનું કેપિટલાઇઝેશન પણ 4 ટકા ઘટીને 1.7 ટ્રિલ્યન ડોલર થઈ ગયું છે.
દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો ક્રીપ્ટોકરન્સીનો વિશ્વનો પ્રથમ ઇન્ડેક્સ – આઇસી15 6.48 ટકા (3,664 પોઇન્ટ) ઘટીને 52,896 પોઇન્ટ બંધ રહ્યો હતો. આઇસી15 ઇન્ડેક્સ 56,560 ખૂલ્યા બાદ ઉપરમાં 56,974 અને નીચામાં 52,896 પોઇન્ટ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
56,560 પોઇન્ટ | 56,974 પોઇન્ટ | 52,896 પોઇન્ટ | 52,896 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 3-2-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |