ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં કડાકોઃ આઇસી15-ઇન્ડેક્સ 8% તૂટ્યો

મુંબઈઃ અમેરિકામાં ફુગાવાનો આંક ધારણા કરતાં થોડો વધારે આવ્યો તેને પગલે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મોટો કડાકો બોલાઈ ગયો છે. ફેડરલ રિઝર્વ ફુગાવાને કાબૂમાં રાખવા માટે વ્યાજદરમાં મોટો વધારો કરશે એવી આશંકાને પગલે રોકાણકારો ભયભીત થઈ ગયા છે. બિટકોઇન 21,000 ડોલરની નીચે ટ્રેડ થઈ રહ્યો હતો.

અમેરિકામાં ઓગસ્ટ મહિનાનો ફુગાવાનો આંક 8.1 ટકા હશે એવો અંદાજ હતો, જે વાસ્તવમાં 8.3 ટકા આવ્યો છે. ખાદ્યપદાર્થો અને ઊર્જાના ભાવને બાદ કરનારા કોર ઇન્ફ્લેશનનો આંક 6.1 ટકાના અંદાજની સામે 6.3 ટકા આવ્યો છે. તેની અસર તળે અમેરિકામાં શેરબજારમાં પણ મોટો ઘટાડો થયો હતો. મુખ્ય ઇન્ડેક્સ 3.9 ટકાથી 5.3 ટકા સુધી ઘટ્યા હતા. ફેડરલ રિઝર્વ હવે વ્યાજદરમાં 75 બેઝિસ પોઇન્ટનો વધારો કરશે એવી શક્યતા 82 ટકા થઈ ગઈ છે. આ વૃદ્ધિ એક ટકા જેટલી પણ હોઈ શકે એવું બાકીના લોકોને લાગે છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 8.35 ટકા (2,736 પોઇન્ટ)ના ઘટાડા સાથે 30,018 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 32,754 ખૂલીને 33,241ની ઉપલી અને 29,433 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
32,754 પોઇન્ટ 33,241 પોઇન્ટ 29,433 પોઇન્ટ 30,018 પોઇન્ટ

ડેટાનો સમયઃ 14-9-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)