દેશના શેરબજારમાં Tપ્લસ વન સેટલમેન્ટ સાઈકલનો પ્રારંભ

મુંબઈઃ સેબીના માર્ગદર્શન અને બધી માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ટરમીડિયરીઝ તેમ જ અન્ય બધા હિતધારકોના પીઠબળ સાથે શુક્રવારે  27 જાન્યુઆરી, 2023થી ઈક્વિટી સેગમેન્ટમાં કોઈ પણ સિક્યુરિટીઝના કરેલા સોદાઓને Tપ્લસ વન સાઈકલ લાગુ કરવામાં આવી છે.

Tપ્લસ વન સેટલમેન્ટ સાઈકલને ફેબ્રુઆરી, 2022થી તબક્કા વાર લાગુ પાડવામાં આવી રહી છે અને હવે બધી સિક્યોરિટીઝમાં આ સેટમેન્ટ સાઈકલ લાગુ પાડવામાં આવી છે. આને પગલે રોકાણકારો માટે દેશના મૂડીબજાર વધુ કાર્યક્ષમ બનશે અને જોખમ ઘટશે.

Tપ્લસ વન પર સાઈકલ શરૂ કરીને દેશના મૂડીબજારે અન્ય દેશોનાં મૂડીબજારો પર સરસાઈ પ્રાપ્ત કરી છે. સેટલમેન્ટ સાઈકલના દિવસોમાં ઘટાડો થવાને પગલે રોકાણકારોને અધિક પ્રવાહિતા પ્રાપ્ત થશે. ટૂંકા સેટલમેન્ટ સાઈકલને પરિણામે વેપાર અને રોકાણકારોની સામેલગીરીમાં વધારો થશે. ઝડપી સેટલમેન્ટ પિરિયડ મારફત BSE દેશના નાણાકીય બજારના વિકાસમાં યોગદાન આપવાનું ચાલુ રાખશે.

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]